Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

ગરમી-ઠંડીની મિશ્ર ઋતુમાં

ઝાડા - ઉલ્ટી શરદી - તાવના કેસ વધ્યા : ૩પ૦ દર્દીઓ

રાજકોટ તા.. ર૧ : છેલ્લા બે-ત્રણ દિવસથી શહેરમાં દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થતા મિશ્ર ઋતુમાં ઝાડા-ઉલ્ટી-શરદી-તાવના કેસોમાં વધારો નોંધાયો છે.

છેલ્લા એક અઠવાડીયામાં કોર્પોરેશનના આરોગ્ય વિભાગે નોંધેલા આકડા મુજબ શરદી-તાવના રર૧ ઝાડા-ઉલ્ટીના ૧૧૭, મરડાના-૮, મેલેરીયાના ૧ સહીત ૩પ૦ જેટલા દર્દીઓ નોંધાયા છે.

દરમિયાન આ રોગચાળો અટકાવવા મેલરીયા તંત્ર દ્વારા દવા છંટકાવ, ત્થા આરોગ્ય વિભાગ દ્વારા વાસી અખાદ્ય ખોરાકના નાશની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી રહી હોવાનું આરોગ્ય અધિકારીની યાદીમાં જણાવાયું છે.

(9:11 am IST)