Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

જૈન વિવાહ સંસ્‍કાર પ્રસંગે શુભેચ્‍છા

 સમસ્‍ત મહાજનના ટ્રસ્‍ટી જીવદયા પ્રેમી ઇકવીટી કન્‍સલ્‍ટન્‍ટજૈન શ્રેષ્‍ઠી પરેશભાઇ હર્ષદરાય શાહ (મો.૯૮૧૯૩ ૦૧૨૯૮)ની સુપુત્રી ડો. લબ્‍ધી શાહ (રીહેબીલીટેશન સ્‍પેશ્‍યાલીસ્‍ટ ગોલ્‍ડ મેડાલીસ્‍ટ) ના શુભલગ્ન શ્રીમતી કુંદનબેન તથા રાજેન્‍દ્રભાઇ હેમચંદભાઇ પુનાતરના સુપુત્ર ચિ. સાગર (મુળ દેવગામ, અમરેલી હાલ મુલુન્‍ડ)  સાથે નિરધારવામાં આવતા જૈન વિવાહ સંસ્‍કાર પ્રસંગે સમસ્‍ત મહાજનના મેનેજીંગ ટ્રસ્‍ટી ગીરીશભાઇ શાહ, ગીરીશભાઇ સતરા, દેવેન્‍દ્રભાઇ જૈન, મનુભાઇ શાહ, નુતનબેન દેસાઇ, હીરાલાલ જૈન, પ્રફુલભાઇ તોરણ, મિતલ ખેતાણી, અશોકભાઇ શાહ, કુમારપાળભાઇ રાજુભાઇ શાહ વગેરેએ શુભેચ્‍છા પાઠવી હતી.

(4:39 pm IST)