Gujarati News

Gujarati News

News of Saturday, 22nd January 2022

ગ્રાહક તરીકે ફરીયાદ હોય કે માર્ગદર્શનની જરૂર હોય તો સરકારી તંત્રનો સંપર્ક કરો

ગ્રાહક સુરક્ષા કચેરી આપની મદદ માટે તૈયાર

રાજકોટ, તા. ૨૨ :. રાજ્‍ય સરકારના કાનૂન માપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા નિયામકની કચેરીએ ગ્રાહકોના હિતમાં વિવિધ વેપારી એકમો પર દરોડાનો દોર ચલાવી ગ્રાહકોને છેતરવાની વૃત્તિ ધરાવતા વેપારીઓ સામે લાલ આંખ કરી છે. ગ્રાહક તરીકે કોઈપણ નાગરિકને કોઈ ફરીયાદ હોય કે માર્ગદર્શનની જરૂરીયાત હોય તો સબંધિત સરકારી તંત્ર ઉપયોગી થવા તત્‍પર છે. ગ્રાહકોને સરકારી નીતિ-નિયમ મુજબ મદદ મળી શકશે. ગ્રાહકે પોતાનું નામ, સંપર્ક નંબર, ખરીદેલ વસ્‍તુનો ફોટો, બીલની નકલ, ફરીયાદની વિગત વગેરે જણાવવાનું રહેશે. ગ્રાહકો તેમની ફરીયાદ કે કોઈ માર્ગદર્શન મેળવવા માટે નીચે આપેલા સરનામા કે નંબર પર રજૂઆત કરી શકે છે. નિયંત્રક કાનૂની માપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષાની કચેરી ૭મો માળ, બી-બ્‍લોક, ડી-૧ વીંગ, કર્મયોગી ભવન, સેકટર ૧૦-એ, ગાંધીનગર હેલ્‍પલાઈન નંબર-૧૮૦૦૨૩ ૨૦૨૨૨, ૫૫૭૦૦ ઈ-મેઈલ એડ્રેસ - tolmap-ahd@gujarat.gov.in

 

(4:09 pm IST)