Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

લોઠડામાં ફેકટરીમાં લોખંડની પ્લેટ છાતી પર પડતાઃ રાજસ્થાની મજૂરનું મોત

રાજસ્થાની યુવાને ખાનગી હોસ્પિટલમાં દમ તોડયોઃ એકના એક પુત્રના મોતથી પરિવારમાં આક્રંદ

રાજકોટ તા.રરઃ કોઠારીયા રોડ પર લોઠડામાં આવેલ ફેકટરીમાં કામ કરતી વખતે લોખંડની પ્લેટ છાતી ઉપર પડતા રાજસ્થાની મજુરનું સારવાર દરમ્યાન મોત નિપજયું છે.

મળતી વિગતો મુજબ રાજસ્થાનના જયપુરના જોધબરા ગામનો હાલમાં રાજકોટ કોઠારીયા રોડ પર લોઠડા ગામ પાસે વિશાલ મેન્યુફ્રેકચરીંગ નામના કારખાનામાં કામ કરતો મોહિત વિનોદભાઇ શર્મા (..રર) બપોરે ફેકટરીમાં મશીન પર કામ કરતો હતો ત્યારે સાડા કિલોની લોખંડની પ્લેટ મશીનમાંથી છટકીને મોહતિ શર્માના છાતી ઉપર પડતા તેને ગંભીર ઇજા થઇ હતી. બનાવ બનતા ફેકટ્રીમાં કામ કરતા અન્ય મજૂરો એકઠા થઇ ગયા હતા. અને તેને સારવાર માટે મધુરમ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું. બનાવની જાણ થતા આજીડેમ પોલીસમથકના એએસઆઇ ભોલાભાઇ સરીયા તથા રાઇટર કિરીટભાઇ રામાવતે કાર્યવાહી કરી હતી. મૃતક મોહીત ઘણા સમયથી ફેકટરીમાં કામ કરતો હતો. તેના માતા-પિતા રાજસ્થાનમાં રહે છે એકના એક પુત્રના મોતથી પરિવારમાં શોક વ્યાપી ગયો છે.(.૩૪)

(4:18 pm IST)
  • વીજ મીટરના ભાડા ઉપર લેવાતો ૧૮ ટકા જીએસટી રદ્દઃ હાઇકોર્ટનો ચૂકાદો : જોકે આ વર્ષથી આખા ગુજરાતમાં વીજતંત્રે મીટરનું ભાડુ લેવાનું બંધ કરી દીધુ છે : ટોચના અધિકારીઓએ આપેલો નિર્દેશ access_time 4:15 pm IST

  • પ્રજાસતાક દિવસની 90 મિનિટની પરેડમાં વિવિધ રાજ્યોની 22 ઝાંખીઓ જમાવશે આકર્ષણ : ગણતંત્ર દિવસે આયોજીત સમારોહમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ રામાફોસા હશે મુખ્ય મહેમાન : દિલ્હીમાં જબરી તૈયારી access_time 1:23 am IST

  • બનાસકાંઠામાં ટ્રેલર અને રીક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર લોકોના કરૂણમોત : કુચવાડા પાસે ટ્રેલર રિક્ષા પર ફરી વળતાં રિક્ષામાં સવાર ચાર લોકોનાં ઘટનાસ્થળે જ મોત:રિક્ષામાં સવાર ઠાકોર પરિવારના સભ્યો વિઠોદર આગ માતાના દર્શન કરવા જતા હતા ત્યારે રસ્તામાં કાળ ભેટ્યો access_time 1:19 am IST