Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

જિલ્લાના આરોગ્ય કર્મચારીઓનું આંદોલન, ૨૮મીએ પેન ડાઉનઃ ફેબ્રુઆરીમાં હડતાલ

ગઇકાલથી કાળી પટ્ટી ધારણ કરી ફરજ પર

રાજકોટ તા.રરઃ જિલ્લા પંચાયત ખાતે આરોગ્ય કર્મચારી સંઘ દ્વારા આરોગ્ય કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે અગાઉ સરકારશ્રીમાં આવેદન આપવામાં આવેલ પરંતુ અત્યાર સુધીમાં સરકાર તરફથી જે અંગે કોઇપણ જાતનો પ્રત્યુતર મળેલ હોય જેના કારણે ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી મહાસંઘ, ગાંધીનગરના આદેશ અન્વયે રાજકોટ જિલ્લામાં તમામ આરોગ્ય કર્મચારીઓ દ્વારા નીચે મુજબનો આંદોલાત્મક કાર્યક્રમ આપેલ છે. જેમાં ગલકાલથી જિલ્લાના જુદા-જુદા તાલુકાના કર્મચારીઓ જેમાં પ્રા. .કેન્દ્રનાં ફાર્માસીસ્ટ, લેબોરેટરી ટેકનીશીયન, મલ્ટીપર્પઝ હેલ્થ સુપરવાઇઝર (મેઇલ-ફીમેલ), મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર (ેમેઇલ-ફીમેલ) એમ કુલ કેડરના ૯૫૦ (નવસો પચાસ) કર્મચારીઓ કાળી પટ્ટી બાંધી વિરોધ સાથે કામગીરી કરે છે.

આંદોલનના કાર્યક્રમ

તા. ૨૧થી તા રપ સુધી કાળી પટ્ટી ધારણ કરી આરોગ્ય કર્મચારીઓ ફરજ બજાવશે

* તા. ર૮ના રોજ આરોગ્ય કર્મચારીઓ પોતાની ફરજ બજાવશે પરંતુ કામગીરીનું ઓનલાઇન કે ઓફલાઇન રીપોર્ટીગ પ્રા..કે./ તાલુકા / જિલ્લા / રાજ્ય કક્ષાએ કરશે નહિ. એટલે પેનડાઉન દિવસ તરીકે આંદોલન કરશે.

* તા --૧૯ના રોજ માસ સી.એલ. મુકી તમામ કર્મચારીઓ જિલ્લા મથકે રામધુન, સફાઇ કાર્યક્રમ અને દેખાવો કરશે.

* તા. ૧૫-૦૨થી અચોક્કસ મુદ્દતની હડતાલ પર જશે.(.)

(4:18 pm IST)