Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

'ન્યુકિલયર ઉર્જા આપણી જરૂરીયાત' : વીવીપી એન્જીનીયરીંગ કોલેજ ખાતે યોજાઇ 'એકસપર્ટ ટોક'

રાજકોટ : વીવીપી એન્જીનીયરીંગ કોલેજના ઇલેકટ્રીકલ વિભાગના વિદ્યાર્થીઓ માટે ન્યુકિલયર ઉર્જા ઉપર એકસપર્ટ ટોક ગોઠવવામાં આવી હતી. જેમાં ન્યુકિલયર પાવર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા મીઠી વીરડી ખાતે કાર્યરત એન. કે. ગાંધીએ ખાસ ઉપસ્થિત રહી વિવિધ મુદ્દે રસપ્રદ ચર્ચા કરી હતી. એનપીસીઆઇએલ વિષે વિગતો વર્ણવતા જણાવેલ કે કેન્દ્ર સરકાર હસ્તકનું નિગમ છે અને તેનો વહીવટ ડીપાર્ટમેન્ટ ઓફ એટોમિક એનર્જી દ્વારા થાય છે. હાલ નિગમ રર રીએકટર ધરાવે છે. કાઇગા એટમીક પાવર સ્ટેશને સતત ૯૪૧ દિવસ સુધી કાર્યરત રહીને વિશ્વવિક્રમ નોંધાવેલ  હોવાની વાત પણ તેઓએ અહી રજુ કરી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. ક્ષ્ેત્રમાં એટલે કે એનપીસીઆઇએલમાં આગળ વધવા ઇચ્છુક વિદ્યાર્થીઓએ ગેટની પરીક્ષા પાસ કરવી ખુબ રૂરી હોવાનું તેઓએ જણાવેલ. ઉપરાંત ન્યુકિલયર ઉર્જાની ઉપયોગીતા, સલામતી, જાગૃતિ પર ભાર મુકેલ. તેમણે વિદ્યાર્થીઓ સમક્ષ ન્યુકિલયર પાવર પ્લાન્ટનું વર્કીંગ મોડેલ પણ રજુ કર્યુ હતુ. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા બદલ સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી લલિતભાઇ મહેતા, ટ્રસ્ટી કૌશિકભાઇ શુકલ, ડો. સંજીવભાઇ ઓઝા, હર્ષલભાઇ મણીઆર તથા આચાર્યશ્રી ડો. જયેશભાઇ દેશકરે અભિનંદન આપ્યા હતા. (૧૬.)

(4:15 pm IST)
  • સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરનારી મહિલા માટે ઘરના દરવાજા બંધ :કેરળના સબરીમાલામાં મંદિરમાં પ્રવેશ કરીને ઇતિહાસ રચનાર મહિલા કનકદુર્ગાને તેના પતિએ ઘરમાંથી બહાર કાઢી મૂકી : કનકદુર્ગાએ 50 વર્ષથી ઓછી ઉંમરની એક અન્ય મહિલા સાથે સબરીમાલા મંદિરમાં પ્રવેશ કર્યો હતો access_time 1:16 am IST

  • પ્રજાસત્તાક દિવસે ફેસિયલ રિકગ્નિશન કેમેરાથી આતંકવાદીઓ પર રખાશે નજર: 30 હાઈટેક કેમેરા હજારોની ભીડમાં આંખના પલકારામાં જ ઓળખી લેશે: આતંકી અને અપરાધીને, કેમેરાના આ કન્ટ્રોલ રૂમ પર સ્પેશિયલ સેલ અને આઈબીની રહેશે નજર access_time 1:14 am IST

  • જમ્મુકાશ્મીરના સોપીયા ખાતે સુરક્ષા દળોએ છ આતંકીઓને ઘેરી લીધા છે આ લખાય છે ત્યારે ઓપરેશન ચાલુ access_time 11:19 am IST