Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd January 2019

શ્રીમતી જે.જે. કુંડલીયા કોમર્સ કોલેજ એન.એસ.એસ. દ્વારા શિબિર

રાજકોટ ્ય શ્રીમતી જે.જે. કુંડલીયા કોમર્સ કોલેજ દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના ખાસ શિબિર સરધાર ખાતે આયોજન કરેલ. શિબિરમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન કરવા ઉદ્ઘાટન સમારંભના અધ્યક્ષસ્થાને ડો. અલ્પાબેન  ત્રિવેદી, સિન્ડીકેટ સભ્ય ધરમભાઇ કાંબલિયા, તથા યજ્ઞેશભાઇ જોષી, શ્રીમતી જે.જે. કુંલિયા ગ્રેજયુએટ ટીચર્સ કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડો. અલ્પેશ નાકરાણી, સરધાર ગામના સરપંચ પિન્ટુભાઇ ઢાંકેચા, ઉપસરપંચ ભુપતભાઇ વડુકીયા, તાલુકા પંચાયતના સભ્ય ચેતનભાઇ પાણ તથા કૂઢલિયા કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. પ્રીતિબેન ગણાત્રા ઉપસ્થિત રહ્યા હતા. મહેમાનોનું શબ્દોથી સ્વાગત ડો. પ્રિતિબેન ગણાત્રાએ કરેલ. સાત  દિવસો દરમ્યાન યોજાયેલ શિબીરમાં ગ્રામ પ્રવૃતિમાં ગ્રામોત્થાન, સ્વચ્છતા અભિયાન, સર્વરોગ નિદાન સારવાર કેમ્પ, શ્રમકાર્ય વગેરે જેવી અનેકવિધ પ્રવૃતિઓ કરવામાં આવેલ હતી. કાર્યક્રમનું સંચાલન એન.એસ. ટીમનાં સ્વયંસેવકો દ્વારા ડો. એચ.આર. ભાલિયાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. (.૧૭)

(4:15 pm IST)
  • રાજ્યમાં પબજી ગેમ પર લગાવાયો પ્રતિબંધ : રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર : શિક્ષકોએ આ મામલે બાળકોને સમજાવી જાગૃત કરવા આદેશ access_time 12:07 am IST

  • જમ્મુકાશ્મીરના સોપીયા ખાતે સુરક્ષા દળોએ છ આતંકીઓને ઘેરી લીધા છે આ લખાય છે ત્યારે ઓપરેશન ચાલુ access_time 11:19 am IST

  • વીજ મીટરના ભાડા ઉપર લેવાતો ૧૮ ટકા જીએસટી રદ્દઃ હાઇકોર્ટનો ચૂકાદો : જોકે આ વર્ષથી આખા ગુજરાતમાં વીજતંત્રે મીટરનું ભાડુ લેવાનું બંધ કરી દીધુ છે : ટોચના અધિકારીઓએ આપેલો નિર્દેશ access_time 4:15 pm IST