Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

મનપાએ મંજુરી વગરના રાજકીય પક્ષોના ૧૩ હજારથી વધુ બોર્ડ-બેનર-ઝંડા ઉતાર્યા   

  ચુંટણી પંચ દ્વારા જાહેર કરાયેલ નંબર ઉપર કમ્‍પ્‍લેનનો ધોધ

રાજકોટ તા.ર૧ : રાજયમાં ચૂંટણીની જાહેરાત થતા જ આચાર સંહિતાની અમલવારી ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવી હતી જેમાં પદાધિકારીઓની કાર પરત લેવાની સાથે શહેરમાં મંજુરી વગર લાગેલા રાજકીય પક્ષોના પોસ્‍ટર-બેનરો-ઝંડી ઉતારવાની કામગીરી શરૂ કરાયેલ. ઉપરાંત આચારસંહિતાના ઉલ્લંધનની ફરીયાદ માટે નંબર પણ જાહેર કરવામાં આવેલ.

શહેરમાં આચારસંહિતાની શરૂઆત તા.૩ નવેમ્‍બરના રોજ થઇ હતી ત્‍યારથી લઇને આજ સધીમાં રાજકોટમાં ૧૩,૧૭ર ફરીયાદો તંત્ર પાસે આવી હતી. આ ફરીયાદો ચુંટણી પંચ દ્વારા મનપાના લાગત વિભાગમાં ટ્રાન્‍સફર કરવામાં આવતા જ મહાનગરપાલીકા તંત્ર દ્વારા તુરંત કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી હતી.

મનપા દ્વારા શહેરના વિવિધ વિસ્‍તારોના માર્ગો રહેણાંક મકાનો, કોમર્શીયલ પ્રોપર્ટીઓ ઉપરથી બોર્ડ, બેનરો, ઝંડા, ઝંડી ઉતારવાનું શરૂ કરી દેવાયેલ. ચુંટણી પંચ પાસે આવેલ ફરીયાદોનો મનપા દ્વારા ત્‍વરીત નિકાલ કરવામાં આવ્‍યો હતો.

(4:25 pm IST)