Gujarati News

Gujarati News

News of Monday, 21st November 2022

૬૫ લાખની કોપર ખરીદીની રકમ ઓળવી જવાના ગુનામાં આરોપીની જામીન અરજી રદ

રાજકોટ, તા.૨૧: રાજકોટના વાવડી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં એકસેલ મેટલ ઇન્ડસ્ટ્રીઝના નામથી કોપર વાયર અને કોપર રોડનું ખારખાનુ ધરાવતા વેપારી સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કરી ૬૫.૨૪ લાખનો માલ મેળવી બીન મુજબની રકમ નહીં આપવા સબબની ફરીયાદ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તા.૨૧-૧૦-૨૦૨૨ના રોજ ભરતીય દંડ સહીતાની કુલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબની નોંધવામાં આવેલ હતી અને જે સબબ પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ હતી અને આ કામે આરોપી આશીષ ચારણીયાએ રાજકોટની સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરતા જામીન અરજી નામંજુર કરવામાં આવેલ હતી.

આ કામે સરકારશ્રી તરફથી થયેલ દલીલો તેમજ તપાસ કરનાર અધીકારી દ્વારા રજુ કરવામાં આવેલ અભીપ્રાય તેમજ મુળ ફરીયાદી વતી આરોપીની જામીન અરજ રદ કરવા સબબ રજુ કરેલ વિગતવારના વાંધા-જવાબો રજુ કરેલ હતા અને આ ઇસમો વિરૃધ્ધ અન્ય વેપારીએ પણ આજરીતની ફરીયાદ કરેલ છે અને આરોપી નીશાબેન ભાગતા ફરે છે તે અંગેના વીગતવાર વાંધાઓ રજુ કરેલ હતા જે તમામ હકીકતો ધ્યાને રાખી રાજકોટની સેસન્સ કોર્ટ દ્વારા આરોપીની જામીન મેળવવાની અરજી નામંજુર રાખતો હુકમ ફમાવેલ હતો.

આ કામે મુળ ફરીયાદી ચીરાગભાઇ હસમુખભાઇ અમ્રુતીયા વતી રાજકોટના એડવોકેટશ્રી રણજીત એમ.પટીગર, સાહિસ્તાબેન એસ.ખોખર, સંજય એન.કવડ, આકાશ એસ.બાટવીયા તેમજ સરકારશ્રી વતી પરાગભાઇ શાહ રોકાયેલ હતા.(મો.૯૯૦૪૦૪૪૦૯૯)

(3:18 pm IST)