Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

અધિકારી અને જવાનને એકસમાન વિકલાંગતા પેન્શન આપવાની માંગ સાથે રાજકોટમાં કેન્ડલમાર્ચ

 રાજકોટઃ દેશની સુરક્ષા માટે લડનારા જવાનોને પણ અધિકારીની સમાન વિકલાંગતા પેન્શન મળે તે માટે દિલ્હી ખાતે સૈનિક કમિટી દ્વારા થઇ રહેલા ભુખ હડતાલને સમર્થન આપી રાજકોટના માજી સૈનિકો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી.

 અધિકારીની સમાન વિકલાંગતા પેન્શન આપવાની માંગ સાથે દિલ્હીના રામલીલા મેદાનમાં ભારતીય સેનાના યુધ્ધમાં ઘવાયેલા અને આજીવન વિકલાંગ બની ગયેલા પુર્વ સૈનિકો છેલ્લા છ દિવસથી ભુખ હડતાળ કરી રહયા છે. આ સૈનિકોના સમર્થનમાં રાજકોટમાં માજી સૈનિકો દ્વારા ગઇસાંજે કિશાનપરા ચોકમાં બાલભવન ગેઇટ પાસેથી કેન્ડલ માર્ચ યોજવામાં આવી હતી. જેમા મોટી સંખ્યામાં નિવૃત સૈનિકો જોડાયા હતા.

(4:09 pm IST)