Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

જીવનનગરમાં શાસ્ત્રોકત વિધિ સાથે તુલશી વિવાહની ઉજવણી

રાજકોટઃ જીવનનગર વિકાસ સમિતિ, વોર્ડ નં. ૧૦ જાગૃત નાગરિક મંડળ, રામેશ્વર મહાદેવ મંદિર સમિતિ, મહિલા સત્સંગ મંડળના સંયુકત ઉપક્રમે દેવઉઠી એકાદશીના શુભદિને મહાદેવ ધામમાં શાસ્ત્રોકત વિધિથી તુલશી વિવાદ સંપન્નમાં ભાવિકોએ ભાગ લીધો હતો. તુલશી વિવાહ વિધિ માટે જેતપુરના પ્રખર પંડિત હરિશભાઇ જાની તથા રાજકોટના પંડિત નરેન્દ્રભાઇ ભટ્ટે તુલશી વિવાહનું મહત્વ, પુરાણમાં દેવઉઠી દિવાળી-એકાદશી શા માટે કહેવામાં આવે છે તથા તુલસીપત્ર એ હેમ એટલે સુવર્ણ એવમ રત્નથી પણ ચડિયાતુ છે એટલે જ ભગવાનના ચરણોમાં તુલશીપત્ર અર્પણ કરવાનો મહિમા છે તેનું મહત્વ શ્રધ્ધાળુઓને સમજાવ્યું હતું. પૂજા વિધિમાં જીવનનગર, જ્ઞાનજીવન, દેશળદેવપરા, અમી પાર્ક, બ્રહ્મસમાજ, રાવલનગર, અમૃતા, તિરૂપતિ સોસાયટીના રહીશોએ ભાગ લીધો હતો. મંદિરના પૂજારી ભુપેન્દ્રભાઇ ભટ્ટ તથા જેન્તીભાઇ જાનીએ ભાવિકા માટે પૂજા સામગ્રી, મહાઆરતી, દિપમાલા, વિષ્ણુસહસ્ત્રના પાઠની તૈયારી સાથે પૂજાવિધિ કરાવી હતી. તુલશી વિવાહમાં વધાવો, હાથ ધરણું, વિવાહ પધ્ધતિ ધાર્મિક આનંદિત બની હતી. રહિશો માટે કાયમી સંભારણું બની ગયું હતું. તુલશી વિવાહમાં મહાઆરતીમાં વોર્ડ નં. ૧૦ના નગરસેવકો અશ્વિનભાઇ તોરણીયા, જયોત્સનાબેન ટીલાળા, વોર્ડ પ્રમુખ રજનીભાઇ ગોલ, પૂર્વ કોર્પોરેટર પરેશભાઇ દુબલે, ભાગ લીધો હતો. જીવનનગર સમિતિના કાર્યોને બિરદાવી રહીશોને અભિનંદન પાઠવ્યાં હતાં. તુલશી વિવાહમાં અલ્કાબેન પંડયા, સુનિતાબેન વ્યાસ, જયોતિબેન પુજારા, શોભનાબેન ભાણવડિયા, ભારતીબેન ગંગદેવ, આશાબેન મજેઠીયા, યોગીતાબેન જોબનપુત્રા, પ્રસન્નબા વાળા, ક્રિશ્નાબા ગોહિલ, કંચનબેન કોટક, ગીતાબેન મકવાણા, પ્રફુલ્લાબેન બોરીચા, કુસુમબેન ચૌહાણ, ક્રિશ્નાબેન ભટ્ટ, જયોતિબેન ભટ્ટ, જયોતિબેન મોડેસરા, ભારતીબેન રાવલ, નયનબેન ઉપાધ્યાય, કાશ્મીરાબેન દવે, મીતાબેન ભટ્ટ, હંસાબેન ચુડાસમા, જયાબેન શાપરીયા, દિપ્તીબેન જોશી, લીલાબેન પીઠડીયા, સોનલબેન મકવાણા, હર્ષાબેન પંડયા, વર્ષાબેન ભટ્ટ, આરતીબેન, કવિતાબેન સરોજબેન, અલ્પાબેન, બીનાબેન, શારદાબેન, પૂનમબેન, હર્ષિદાબેન, દક્ષાબેન, દિપ્તીબેન, ભદ્રાબેન, શિલાબેન, સહિત શ્રધ્ધાળુઓએ પૂજનવિધિમાં ભાગ લીધો હતો. જીવનનગર સમિતિના વિનુભાઇ ઉપાધ્યાય, નવીનભાઇ પુરોહિત, પાર્થ ગોહિલ, પંકજભાઇ મહેતા, વી. સી. વ્યાસ, ગોવિંદભાઇ ગોહેલ, વિજયભાઇ જોબનપુત્રા, કોતનભાઇ મકવાણા, દિનેશભાઇ મકવાણા, અંકલેશ ગોહિલ, જેન્તીભાઇ જાની, નયનેશ ભટ્ટે, નિલેશ પીઠડીયા, રહીશોએ ઉત્કૃષ્ટ કામગીરી બજાવી હતી. તુલશી વિવાહનું સંચાલન નિલેશ પીઠડીયા, પૂજારી ભુપેન્દ્રભાઇ ભટ્ટે સંભાળ્યું હતું. મંડપ રોશની, શ્રૃંગાર વ્યવસ્થા દિનેશભાઇ મકવાણાએ કરી હતી.

(4:08 pm IST)