Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

જામનગર રોડ હુડકો કવાટર્સ વિસ્તારમાં પેવિંગ બ્લોક કામનો પ્રારંભ

રાજકોટ : શહેરના વોર્ડ નં. ૩માં જામનગર રોડ પાસે આવેલ હુડકો કવાર્ટર મેઇન રોડથી ગડીયલ ચોક સુધી રોડના સાઇટના પડખામાં ઇન્ટર પેવિંગ બ્લોક કામગીરીનો પ્રારંભ વિસ્તારના જાગૃત કોર્પોરેટરો ગાયત્રીબા વાઘેલા, દિલીપભાઇ આસવાણીની ઉપસ્થિતિમાં કોંગ્રેસના આગેવાનો અશોકસિંહ વાઘેલા, વોર્ડનં. ૩ પ્રમુખ ગોૈરવ પૂજારાના હસ્તે કરવામાં આવેલ. આ પ્રસંગે સ્થાનિક લતાવાસીઓ આઇ.કે. શેખ(આઇ.કે. સિલેકશન વાળા) ઉપરાંત મહિલા આગેવાનો, ઉષાબેન મકવાણા, સરીફાબેન અઘામ, હશીનાબેન જુણાચ, રસીલાબેન પરમાર, રૂકસાનાબેન કાઝી, બતુલબેન સુમરા, ઝોહરાબેન દલવાણી, રેશમાબેન ગોૈરી, હસીનાબેન, રેમતબેન, બીબીબેન, મરીયમબેન, નુરઝહાંબેન, સરીફાબેન, અમીનાબેન, મેરૂમનીસા, સુશેરાબેન, નિલોફર, મેમણ વિગેરે ઉપસ્થિત રહયા હતા. તેમ કોર્પોરેટરની સત્તાવાર યાદીમાં જણાવ્યું છે.

(4:07 pm IST)