Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

રતનપર મંદિર નજીક નર્મદાની લાઇનના મુખ્ય વાલ્વ સાથે કાર અથડાઇઃ ૪ ઘવાયાઃ પાણીનો ભારે વેડફાટ

રાજકોટઃ બપોરે કુવાડવા તાબેના રતનપર ગામમાં રામ મંદિર નજીક મોરબીથી રાજકોટ તરફ આવી રહેલી સ્વીફટ કારના ચાલકે કોઇપણ કારણોસર કાબૂ ગુમાવતાં કાર રોડ સાઇડમાં ઉતરી ગઇ હતી અને નર્મદા કેનાલની લાઇનના લોખંડના મુખ્ય વાલ્વ સાથે ધડાકાભેર અથડાતાં વાલ્વ તૂટી જતાં પાણીનો ધોધ વછૂટ્યો હતો. અકસ્માતમાં મોરબી સો ઓરડી પાસે રહેતાં જગદીશભાઇ ધનજીભાઇ બારેજીયા (ઉ.૪૫), મીનાબેન જગદીશભાઇ બારેજીયા (ઉ.૩૮), સુમિતાબેન પારસભાઇ બારેજીયા (ઉ.૩૭) અને જતીન બારેજીયા (ઉ.૧૧)ને ઇજા થતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલા અને રાજદિપસિંહે કુવાડવા પોલીસને જાણ કરી હતી. તસ્વીરમાં કાર અથડાયા બાદ પાણીનો ધોધ વછુટ્યો તે જોઇ શકાય છે. અકસ્માતને કારણે પાણીનો ભારે વેડફાટ થયો હતો. રતનપરના આગેવાન કિશોરસિંહ ઝાલાએ સંબંધીત તંત્રને જાણ કરી હતી.

(3:45 pm IST)