Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

૧.૧૨ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે એ.બી. પાર્કના અલ્પેશ વ્યાસને તાલુકા પોલીસે પકડ્યો

બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયસિંહ ઝાલાની બાતમી પરથી દારૂના જથ્થા સાથે મહિલાની ધરપકડઃ સપ્લાયરનું નામ ખુલ્યું

રાજકોટ તા. ૨૧: તાલુકા પોલીસે ૩૬ હજારના દારૂ સાથે એક શખ્સને તથા ક્રાઇમ બ્રાંચે ૯ હજારના દારૂ સાથે એક મહિલાને પકડી છે. આ દારૂ જેણે સપ્લાય કર્યો હતો તેનું નામ ખુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

તાલુકા પોલીસ મથકના કોન્સ. અરણજભાઇ ઓડેદરાને મળેલી બાતમી પરથી બિગ બાઝારા પાછળ એ. બી. પાર્ક-૧ બંધ શેરીમાં સાગરભાઇ લુહારના મકાનમાં ભાડેથી રહેતાં અલ્પેશ નરેન્દ્રભાઇ વ્યાસ (ઉ.૪૮)ને રૂ. ૧,૧૨,૮૦૦ના વિદેશી દારૂ સાથે પકડી લઇરૂ. ૫૦૦નો ફોન પણ કબ્જે કરવામાં આવ્યો છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ તથા એસીપી જે. એચ. સરવૈયાની સુચના અને તાલુકા પી.આઇ. વી. એસ. વણઝારાની રાહબરી હેઠળ પીએસઆઇ એન. ડી. ડામોર, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, અરવિંદભાઇ કવાડીયા, કોન્સ. અશોકભાઇ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજા, રાહુલભાઇ ગોહેલ, અરજણભાઇ ઓડેદરા, હિરેનભાઇ સોલંકીએ આ કામગીરી કરી હતી.

બીજા દરોડામાં ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. હરેશગીરી ગોસાઇ અને મહિલા કોન્સ. મિતાલીબેન ઠાકરની બાતમી પરથી ગોકુલધામ આરએમસી કવાર્ટર બી-૧૯/૧૫૧૪માં દરોડો પાડી નસીમ ગફારભાઇ ઠાકરીયા (મેમણ) (ઉ.૪૪)ને રૂ. ૯૦૦ના ૩૦ બોટલ દારૂ સાથે પકડી લેવાઇ હતી. આ દારૂ તેને ગોકુલધામ કવાર્ટરનો હાર્દિક ઉર્ફ કવિ હરેશભાઇ સોલંકી આપી ગયાનું કબુલતાં તેની શોધખોળ થઇ રહી છે.

(2:43 pm IST)