Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

આજીડેમ ચોકડીએ અકસ્માતઃ કાંતાબેન ટાંકને પગમાં ગંભીર ઇજા

અકસ્માત સર્જી કાર મુકી ચાલક ભાગી ગયો

રાજકોટઃ આજીડેમ ચોકડી પાસે રાત્રીના કારની ઠોકરે બાઇક ચડી જતાં બાઇક ચાલક  માન સરોવર પાર્ક-૨માં રહેતાં ગોરધનભાઇ ટાંક અને પાછળ બેઠેલા તેમના પત્નિ કાંતાબેન ટાંક ફંગોળાઇ ગયા હતાં. જેમાં કાંતાબેનને પગમાં ગંભીર ઇજા થઇ હતી. અકસ્માત બાદ કારચાલક કાર મુકીને ભાગી ગયો હતો. આજીડેમ પોલીસ મથકના હેડકોન્સ. નરેન્દ્રભાઇ ચાવડા અને દિગુભાએ જરૂરી કાર્યવાહી કરી હતી. ઉપરોકત તસ્વીર સોશિયલ મિડીયામાં વહેતી થઇ હતી.

(2:43 pm IST)