Gujarati News

Gujarati News

News of Wednesday, 21st November 2018

આંગણવાડીના ૫૩ હજાર બાળકોને મફત યુનિફોર્મ

મધ્યાહન ભોજન યોજના, રેશન કાર્ડ, આંગણવાડીની ફરીયાદો લાભાર્થી ગુજરાત રાજય અન્ન આયોગમાં પણ સીધી ફરીયાદ કરી શકશે : દિનેશ કારીયા

રાજકોટ : ગુજરાત રાજય અન્ન આયોગના સભ્ય શ્રી દિનેશભાઈ કારીયાએ જણાવ્યુ હતું કે ગુજરાત રાજય સરકાર દ્વારા રાજયની આંગણવાડીમાં ૫૩ હજાર બાળકોને વિનામૂલ્યે યુનિફોર્મ આપવાનો જે પ્રશંસનીય નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણયને આવકારતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના આ સંવેદનશીલ નિર્ણયને અને રાજય સરકારને અભિનંદન પાઠવ્યા હતા.

શ્રી દિનેશ કારીયાએ વધુમાં જણાવ્યુ હતું કે આ નિર્ણયથી રાજયના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને મફત યુનિફોર્મ મળશે અને રાજયની તમામ આંગણવાડીઓમાં એકસૂત્રતાનો વિકાસ થશે. સરકારના આ નિર્ણયને આવકારતા આનંદ અને હર્ષની લાગણી થાય છે ત્યારે  મધ્યાહન ભોજન યોજના હેઠળના બાળકોને તેમજ આંગણવાડી યોજના હેઠળના બાળકો અને સગર્ભા અને ધાત્રી મહિલાઓને પોષણક્ષમ આહાર મળી રહે તે માટેના અન્ન સલામતી કાયદો - ૨૦૧૩ હેઠળ આવરી લેવાયેલા લાભાર્થીઓને સરકાર દ્વારા નિયત કરેલ ભાવે નિયત જથ્થામાં અનાજ મળી રહે તે માટે પણ ખૂબ સારી વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. આ માટે મોનીટરીંગ અને સમીક્ષાની કામગીરી માટે ગુજરાત રાજય અન્ન આયોગની રચના થયેલ છે. આયોગના અધ્યક્ષશ્રી તેમજ સભ્યો દરેક જિલ્લાઓમાં રૂબરૂ જઈ સમીક્ષા બેઠકો યોજી ઉપરોકત યોજનાઓની અમલવારી અસરકારક રીતે થાય તે માટે યોગ્ય માર્ગદર્શન અને સુચનાઓ આપવામાં આવે છે. આમ સરકારશ્રી દ્વારા એક પ્રશંસનીય અને સંવેદનશીલ કામગીરી હાથ ધરવામાં આવેલ છે.

શ્રી કારીયા (મો.૯૬૨૪૦ ૩૫૯૩૫)એ અંતમાં જણાવ્યુ હતું કે રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો - ૨૦૧૩ અન્વયે સરકાર દ્વારા નિયત કરેલ ભાવ પ્રમાણે અનાજ ન મળવા બાબતની અનાજ ઓછુ મળવા બાબતની તેમજ અન્ન સલામતી કાયદા - ૨૦૧૩ હેઠળ લાભાર્થી તરીકે સમાવેશ ન કરવા બાબતની તથા મધ્યાહન ભોજન યોજના અંગેની જો કોઈ ફરીયાદ હોય તો રેશનકાર્ડ ધારક/ લાભાર્થી જીલ્લા ફરીયાદ નિવારણ અધિકારી તરીકે નિવાસી અધિક કલેકટરને ફરીયાદ કરી શકે છે. ફરીયાદ રૂબરૂમાં, ટપાલથી, ઈમેઈલથી કરી શકાશે. જયારે આંગણવાડી યોજના અંગેની જો કોઈ ફરીયાદ હોય તો ઉકત બાબત સાથે સંકળાયેલ જીલ્લા પંચાયતના જિલ્લા ફરીયાદ નિવારણ અધિકારીને ફરીયાદ કરી શકાશે અને જો લાભાર્થી જીલ્લા ફરીયાદ નિવારણ અધિકારીને ફરીયાદ કરી શકાશે અને જો લાભાર્થી જીલ્લા ફરીયાદ નિવારણ અધિકારીના નિર્ણયથી નારાજ હોય તો તે રાજય કક્ષાએ ગુજરાત રાજય અન્ન આયોગ, ગાંધીનગર અપીલ અથવા સીધી ફરીયાદ કરી શકશે.

જીલ્લા કક્ષાએ : જીલ્લા ફરીયાદ નિવારણ અધિકારી, કલેકટર કચેરી/ જિલ્લા પંચાયત કચેરી,

રાજય કક્ષાએ ગુજરાત રાજય અન્ન આયોગ, અન્ન ભવન ટાઉન હોલની બાજુમાં, સેકટર - ૧૭, ગાંધીનગર.

કચેરીનો ટેલીફોન નં. ૦૭૯-૨૩૨૫૮૪૯૧

E-mail. ID : sfcgujarat@gujrat@gujarat.gov.

(11:06 am IST)