Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

બલસાણા તિર્થ સ્વરૂપ

વિમલનાથ સ્વામિ દેરાસરની શનિવારે છઠ્ઠી સાલગીરી

સત્તરભેદી પૂજા, આંગી, સમુહ આરતી, નવકારશી સહિતના આયોજન

રાજકોટઃ તા.૨૧, કાલાવડ રોડ સ્થિત શ્રી  ભગવાન વિમલનાથ માર્ગની ઉર્જા ભુમિ પર આકાર પામેલ અને પ.પૂ.આ.ભ.શ્રી જયશેખરસુરીશ્વરજી મ.સા. ની પ્રેરણાથી નિર્મિત શ્રી વિમલનાથ જીનાલય પુનઃ નિર્માણને પાંચ વર્ષ પૂર્ણ થવામાં છે. આજે સૌરાષ્ટ્રમાં ઉતરોતર મહાપ્રભાવી વૃધ્ધિગત ભાવને પામીને બલસાણાના વિમલનાથ તરીકે વિખ્યાત બન્યુ છે.

પાયામાંથી જીર્ણોધ્ધાર થયેલ આ જીનાલયની છઠ્ઠી સાલગીરીનો અનુપમ અવસર આવ્યો છે. આ દિવ્ય અવસરમાં સહભાગી થવા પધારવા સંઘે ભાવભર્યુ આમંત્રણ છે.

માગશર સુદ-૬ ને શનિવાર તા.૨૫ના રોજ પુનઃ પ્રતિષ્ઠાની છઠ્ઠી સાલગીરીનું  શુભ મુર્હત પ્રસંગ્રે સત્તરભેદી પુજા, મુળનાયકશ્રી  વિમલનાથદાદાના શિખરની ધજા અને નવકારશીનો લાભ મનસુખભાઇ ચતુરભાઇ શાહ(વાંકાનેરવાળા)પરિવારે લીધેલ છે. સાથે-સાથે શ્રી લક્ષ્મી માતાજીની દેરીની ધજા ઉષાબેન  વિનોદભાઇ રમણીકલાલ શાહ પરિવાર, શ્રી ચક્રેશ્વરી માતાજીની દેરીની ધજા વસંતબેન  હસમુખલાલ શિવલાલ શાહ,  શ્રીમાણીભદ્વવીરની દેરીની ધજા ઉષાબેન હરેશભાઇ બાખડા, શ્રી ઘંટાકર્ણ વીરની દેરીની ધજા મધુબેન જીતેન્દ્રભાઇ જેઠાલાલ દોશી પરિવાર ચડાવશે. તેમજ પાંચેય પરમાત્માની આંગી તથા રાત્રે સમુહ આરતી અને સવારે નવકારશીનું આયોજન કરવામાં આવેલ છે.

 જેમાં સત્તરભેદી પુજા-સવારે ૭-૨૦કલાકે શ્રીમુનિસુવ્રત સ્વામી મહિલા મંડળ ભણાવશે, વરઘોડો- સવારે૭-૨૦ કલાકે વાજતે ગાજતે ધજાના તમામ લાભાર્થી પરિવાર અને સકળ સંઘ સાથે શ્રી પારસધામ જિનાલય પધારશે. ત્યારબાદ ધજાના દરેક લાભાર્થી પરિવારને શ્રીસંઘ દ્વારા સહબહુમાન પૂર્વક ધજા ચઢાવવા જિનાલયમાં પધારવા વિનંતી કરશે. ધજા ચઢાવવા-સવારે ૮-૨૮કલાકે વિધિકારક શ્રી પ્રકાશભાઇ દોશી પધારશે. નવકારશી-સવારે૮-૪૦ કલાકે ''મિનાક્ષી બીલ્ડીંગ'', શ્રી વિમલનાથ જિનાલયની પાછળ ખાતે યોજાશે. જયારે આંગી  તથા સમુહ આરતી-રાત્રે ૮-૩૦કલાકે યોજાશે. જેનો લાભ શ્રી વિમળાબેન દિલિપભાઇ મહેતાએ લીધેલ છે.(૪૦.૫)

 

(4:09 pm IST)