Gujarati News

Gujarati News

News of Tuesday, 21st November 2017

અમરેલી પંથકના ત્રણ જણા રાજકોટમાં વેનમાં બે બોટલ દારૂ સાથે પકડાયા

ભગતસિંહજી ગાર્ડન પાસે યુનિવર્સિટી પોલીસ મથકના હરેશભાઇ અને રાવતભાઇની કાર્યવાહીઃ જયેશ કુંભાર, દેવાયત આહિર અને ચેતન આહિરની ધરપકડ થઇ

રાજકોટ તા. ૨૧: યુનિવર્સિટી પોલીસે યુનિવર્સિટી રોડ પર ભગતસિંહજી ગાર્ડન પાસેથી મારૂતિવેનમાં બે બોટલ દારૂ સાથે નીકળેલા અમેરલી પંથકના ત્રણ શખ્સોને પકડી લીધા હતાં.

પી.આઇ. જી. બી. બાંભણીયાની રાહબરીમાં એએસઆઇ હરેશભાઇ પરમાર તથા રાવતભાઇ ડાંગર પેટ્રોલીંગમાં હતાં ત્યારે ભગતસિંહજી ગાર્ડન પાસેથી જીજે૬જેજે-૪૮૨ નંબરની વેન શંકાસ્પદ રીતે નીકળતાં તેને અટકાવી તલાશી લેવામાં આવતાં અંદરથી બે બોટલ દારૂ મળતાં ૧ લાખની વેન તથા ૬૦૦નો દારૂ કબ્જે કરી કારમાં બેઠેલા અમરેલી સુખાનથપરા-૨ના જયેશ ભરતભાઇ ચૌહાણ (કડીયા કુંભાર) (ઉ.૩૩), વડીયાના બરવાળાના દેવાયતભાઇ નાનાભાઇ ડેર (આહિર) (ઉ.૬૨) તથા વડીયાના સુરગપરાના ભવાની ચોકમાં રહેતાં ચેતન બાવદીનભાઇ ચુડાસમા (આહિર) (ઉ.૩૭)ની ધરપકડ કરી હતી.

પકડાયેલાઓમાં જયેશ કુંભાર ગેરેજ સંચાલક છે. બાકીના બે ખેતી કરે છે. જયેશને ગેરેજનો સામાન લેવો હોઇ તે મિત્રોને સાથે લઇ રાજકોટ આવ્યો હતો. વળતાં રસ્તામાં છાંટોપાણી લેવા માટે બોટલો ભેગી રાખી હતી. પણ પોલીસની ઝપટે ચડી જતાં લોકઅપમાં પહોંચવાની વેળા આવી હતી. 

નીતુ દારૂ ફેંકી ભાગી, રાજૂ પકડાઇ ગયો

કુબલીયાપરા-૫માં પોલીસે દરોડો પાડાં નીતુ દિનેક સોલંકી રૂ. ૧૦૦નો દારૂ ફેંકી ભાગી ગઇ હતી. જ્યારે કોઠારીયા રોડ ફાયર બ્રિગેડ પાસેથી રાજુ જીભાઇ ગઢવીને રૂ. ૮૦ના દારૂ સાથે પકડી લેવાયો હતો.

 

(11:55 am IST)