Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

બપોર બાદ ત્રણ મહિને કલેકટર કચેરીમાં બીન ખેતી ઓપન હાઉસ : અધધધ ૧૮૦ હુકમો : અરજદારો ઉમટશે

રાજકોટ સહિતના જીલ્લાભરમાં લાખો ચો.મી. જમીન છુટી થશે : કોર્મશીયલ ઔદ્યોગિક-રહેણાંક હેતુના હુકમો : આજથી કલેકટરનું બોર્ડ પણ શરૂ થયું : મહેસુલ અપીલના ૧પ કેસો અંગે સુનાવણી થઇ

રાજકોટ, તા. ર૧ :  કોરોના લોકડાઉનને કારણે જુન મહિના બાદ કલેકટરશ્રી રેમ્યા મોહનનું મહેસુલ અપીલ બોર્ડનું કેસ અને બીનખેતી ઓપનહાઉસના કેસોની સુનાવણી-મોકૂફ વિગેરે બંધ રહ્યા હતા, તમામ કામગીરી ઠપ્પ થઇ ગઇ હતી, અંદાજે ૩પ૦ થી ૪૦૦ ફાઇલોનો ભરાવો થયો છે.

દરમિયાન કોરોના હળવો પડતા અને અન્ય કામગીરી અંગે સફળતમ સમય  રહેતા કલેકટરશ્રી રેમ્યા મોહને આજથી ધડાધડ કેસો ચલાવવાના હુકમો કર્યા છે, જે જોતા આજે સવારે ૧૧ વાગ્યાથી મહેસુલ-અપીલના ૧પ કેસોની સુનાવણી કલેકટરના બોર્ડમાં હાથ ધરાઇ હતી, જે અંગે અરજદારો વકિલો ઉમટી પડયા હતા.

દરમિયાન આજે બપોરે ૪ વાગ્યાથી કલેકટર શ્રી રેમ્યા મોહન દ્વારા બીનખેતી ઓપનહાઉસ યોજાયું છે, કુલ ૧૮૦ જેટલા હુકમો કલેકટર દ્વારા  જે તે જમીનના મુળ માલીકો અરજદારોને હાથો હાથ અપાશે.

સાધનોએ ઉમેયુ હતું કે બીનખેતી ઓપન હાઉસનાં કુલ ૧૮૦ હુકમોને કારણે રાજકોટ શહેર-જીલ્લાની લાખો ચો.મી. કે જેની કિંમત કરોડોમાં થવા જાય છે, તે છુટી થશે, અધધધ ૧૮૦ જેટલા હુકમો હોય અરજદારો-વકિલો બપોર બાદ ઉમટી પડશે, કોર્મશીયલ -ઔદ્યોગિક-રહેણાંક- શૈક્ષણિક હેતુ માટે બીનખેતી ઓનલાઇન મુકાયેલ ફાઇલો અંગેના કુલ ૧૮૦ જેટલા હુકમો આજે બપોરે બાદ અપાશે.

(3:58 pm IST)