Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

મગફળી માટે ૪,૭૦,૩૭૯ ખેડૂતો નોંધાયા : સૌથી વધુ ૯૬૯૦૩ રાજકોટ જિલ્લામાં

ગયા વર્ષ કરતા માત્ર ૧૦૭ર ખેડૂતો જ ઓછા : ગઇકાલે માત્ર એક દિ'માં ૯૩પ૦ ની નોંધણી : ખરીદી તા.ર૬મીથી

રાજકોટ, તા. ર૧ :  રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદી આજના બદલે તા. ર૬ મીથી શરૂ થનાર છે. ઓનલાઇન નોંધણીની કામગીરી ગઇકાલે પુરી થઇ ગઇ છે. ટેકાનાભાવે મગફળી વેચવા પુરી થઇ ગઇ છે. વેચવા  માટે સૌથી વધુ ખેડૂતો રાજકોટ જિલ્લામાં નોંધાયા છે. રાજયમાં ગઇકાલે છેલ્લા દિવસે એક જ દિવસમાં ૯૩પ૦ ખેડૂતો નોંધાયા છે.

ગયા વર્ષ આખા ગુજરાતમાં ટેક્ષના ભાવે ૪,૭૧,૪પ૧ ખેડૂતો નોંધાયેલ. આ વખતે ૪,૭૦,૩૭૯ ખેડૂતો નોંધાયા છે. ગત વર્ષની સરખામણીએ માત્ર ૧૦૭ર ખેડૂતો જ ઓછા નોંધાયા છે. સૌથી વધુ ૯૬૯૦૩ ખેડૂતો રાજકોટ જિલ્લામાં નોંધાયા છે. બીજા ક્રમે ૬૦૯૦૦ ખેડૂતો સાથે જામનગર જિલ્લો છે. જુનાગઢમાં પર૭૭૯ ખેડૂતો નોંધાયા છે. અમદાવાદ જિલ્લામાં ૩પ અને પંચમહાલ જિલ્લામાં પણ ૩પ ખેડૂતોએ નામ નોંધાવ્યું છે. સુરતમાં ૭ અને નર્મદા જિલ્લામાં માત્ર ૧ ખેડૂતની નોંધણી થઇ છે.

રાજયમાં ગયા વર્ષની સરખામણીએ ૯૯.૭૭ ટકા નોંધણી થઇ છે. ગયા વર્ષે નોંધાયેલા કુલ ખેડૂતો પૈકી માત્ર પ૧.૮૪ ટકા ખેડૂતો જ ટેકાના ભાવે મગફળી વેંચવા આવ્યા હતા. આ વર્ષે પણ ધારણા એવી જ છે. ઘણા ખેડૂતોની મગફળી બગડી ગઇ છે અને ઘણાને નાણાની ત્વરિત જરૂરીયાત હોવાથી ખુલ્લા બજારમાં વેંચી નાખી છે.

(3:54 pm IST)