Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

શહેરમાં હજુ ૧૦ હજાર સ્ટ્રીટ લાઇટો જુની-જર્જરીત

આધુનિક L.E.D. લાઇટો પ૬૦૦૧ નંખાઇઃ આ માટે કોન્ટ્રાકટર એજન્સીને ૧ર.૮૦ કરોડ ચૂકવી દેવાયાઃ કોર્પોરેટર અતુલ રાજાણીએ બોર્ડમાં પુછેલા પ્રશ્નનો જવાબ આપતુ તંત્ર

રાજકોટ તા. ર૧ :.. શહેરમાં સ્ટ્રીટ લાઇટો બંધ હોવાની ફરીયાદો વધતાં કોંગ્રેસનાં કોર્પોરેટર અતુલ રાજાણીએ નવી આધુનિક સ્ટ્રીટ લાઇટો નાખવા અંગે જનરલ બોર્ડમાં પુછેલાં પ્રશ્નનાં લેખીત જવાબમાં અધિકારીઓએ આપેલી આંકડાકીય માહીતી મુજબ શહેરમાં હજુ ૧૦ હજાર જેટલી જુની ટયુબ લાઇટ વાળી સ્ટ્રીટ લાઇટો બદલાવાની બાકી છે.

આ અંગે તાજેતરમાં મળેલા મ.ન.પા.ની વર્તમાન ટર્મનાં છેલ્લા બોર્ડમાં અતુલ રાજાણીએ પુછેલા પ્રશ્નમાં જણાવાયું હતું કે રાજકોટ શહેરમાં હાલના સમયમાં કુલ એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટ કેટલી ફીટ કરેલ છે...? તથા છેલ્લા વર્ષોમાં કેટલી એલ. ઇ.ડી. સ્ટ્રીટ લાઇટ રિપ્લેસ કરેલી છે. તેમજ તે સંપૂર્ણ પ્રક્રિયાનો ખર્ચ કેટલો? તેની સંપૂર્ણ માહિતી આપવી.

શ્રી રાજાણીએ પૂછેલા આ પ્રશ્નનો મુદ્સર લેખીત જવાબ આપતાં રોશની વિભાગનાં ઇજનેરોએ જણાવ્યું હતું કે, (૧) હાલના સમયમાં ફીટ કરવામાં આવેલ કુલ એલ. ઇ. ડી. સ્ટ્રીટ લાઇની સંખ્યા ૬૬૪ર૯.

(ર) રિપ્લેસ કરેલ કુલ એલ.ઇ.ડી. સ્ટ્રીટ લાઇટની સંખ્યા પ૬૦૦૧, (૩) રિપ્લેસ કરવામાં આવેલ કુલ એલ.ઇ. ડી. સ્ટ્રીટ લાઇટનો સંપૂર્ણ ખર્ચ આ કામગીરી કરનાર સરકારી એજન્સી ઇ.ઇ.એસ. એલ. દ્વારા રૃા. ૩૪,૪૮,૩૮,૪૬પ નું પ્રોજેકટ ફાઇનાન્સ આપવામાં આવેલ છે. હાલ સુધીમાં આ એજન્સીને અંદાજિત રૃા. ૧ર,૮૦,૦૦,૦૦૦ ની રકમ ચુકવવામાં આવેલ છે.

(3:17 pm IST)