Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

રાજકોટની ટીમ સાથે બ્રિજેશભાઈ મેરજાનો લોકસંપર્ક

રાજકોટઃ આગામી તા.૩ નવેમ્બરના રોજ યોજાનાર ગુજરાતના ૮ જિલ્લાઓમાં વિધાનસભાની પેટાચૂંટણી યોજાનાર છે. ત્યારે મોરબી શહેર ખાતે વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપના ઉમેદવાર બ્રીજેશભાઈ મેરજાને જંગી લીડથી વિજયી બનાવવા રાજકોટ શહેર ભાજપ દ્વારા પ્રચાર- પ્રસાર કાર્યને વેગવંતુ બનાવવામાં આવી રહ્યું છે. મોરબી શહેરના વોર્ડ નં.૧, ૨,૩ તથા ૪ માં ભાજપના ઉમેદવાર બ્રીજેશભાઈ મેરજા દ્વારા ડોર- ટૂ- ડોર લોકસંપર્ક યોજાયો હતો. આ તકે રાજકોટ મહાનગરના કાર્યકર્તાઓ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીની આગેવાની હેઠળ ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, ડે.મેયર અશ્વીન મોલીયા, કશ્યપ શુકલ, શામજીભાઈ ચાવડા, અનિલ મકવાણા, સોમભાઈ ભાલીયા, મહેશ બથવાર, ભાર્ગવ મિયાત્રા, અશોક લુણાગરીયા, અનીલ લીંબડ, પ્રવીણ ચાવડા, જીજ્ઞેશ ધ્રુવ, નીતીન જરીયા, સી.ટી. પટેલ, પરેશ પીપળીયા, દીવ્યેશ રામાણી, હીતેશ મઠીયા, કાનાભાઈ ઉધરેજા, ચંદુભાઈ ભંડેરી, ભરતભાઈ લીંબાશીયા, મલ્કેશ પરમાર, સુરેશ લીંબાશીયા, નારણભાઈ ગોહેલ, ભીખુભાઈ ડાભી, બાબુભાઈ હરસોડા, રાજુભાઈ દુદકીયા, સંજયસિંહ રાણા, દીનેશ લીંબાશીયા, કાળુભાઈ ઠુમ્મર, જેનીશભાઈ ડોબરીયા સહીતના સાથે લોકસંપર્કમાં જોડાયા હતા.

(3:02 pm IST)