Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

દારૂ, ઘરફોડ ચોરી ને વાહનચોરીમાં સામેલ પાંચ શખ્સને પાસામાં ધકેલાયા

ભકિતનગર, ગાંધીગ્રામ અને પ્ર.નગર પોલીસે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૨૧: દારૂ, ઘરફોડ ચોરી, વાહનચોરીના ગુનામાં સંડોવાઇ ચુકેલા પાંચ શખ્સોને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે પાસા તળે અલગ અલગ જેલમાં ધકેલવા આદેશ કરતાં ભકિતનગર, ગાંધીગ્રામ અને પ્ર.નગર પોલીસ તથા પીસીબીની ટીમે વોરન્ટ બજવણીની કાર્યવાહી કરી હતી.

કેવડાવાડી શેરી નં. ૨૨માં લલુડી વોંકળી પાસે ધોબી ચોકમાં રહેતાં ગોૈરવ ઉર્ફ ગવો યોગેશભાઇ ચુડાસમા (ઉ.૨૦) અગાઉ દારૂના ગુનામાં પકડાયો હોઇ તેને પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર થતાં અમદાવાદ જેલહવાલે કરાયો છે.

વોરન્ટની બજવણીની કાર્યવાહી ભકિતનગર પીઆઇ જે. ડી. ઝાલા, પીસીબી પીઆઇ એન. બી.જાડેજા, પીએસઆઇ જે. બી. પટેલ, હેડકોન્સ. નિલેષભાઇ મકવાણા, ઘનશ્યામભાઇ મેણીયા, કોન્સ. દિવ્યરાજસિંહ, રણજીતસિંહ, હાર્દિક પીપળીયા, રાજુભાઇ દહેકવાલ, શૈલેષ રાવલ, ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી સહિતે કરી હતી.

જ્યારે અગાઉ બાઇક ચોરીના ગુનામાં પકડાઇ ચુકેલા બે શખ્સ કમલેશ ગોરધનભાઇ ટાંક (ઉ.વ.૩૦-રહે. ગોકુલધામ આવાસ કવાર્ટર ૧૨૬૫/૨૯) તથા ધવલ કેશુભાઇ ધોકીયા (ઉ.વ.૨૦-રહે. મનહરપુર-૧, ઇંટોના ભઠ્ઠા પાસે જામનગર રોડ)ને પણ પાસામાં ધકેલવાની દરખાસ્ત મંજુર થતાં વડોદરા અને અમદાવાદ જેલહવાલે કરવા આદેશ થયો હતો. ગાંધીગ્રામ પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ આર. એસ. પટેલ, હેડકોન્સ. હીરાભાઇ રબારી, ખોડુભા જાડેજા, કોન્સ. બ્રિજરાજસિંહ ઝાલા, વનરાજભાઇ લાવડીયા, દિવ્યરાજસિંહ જાડેજા, ગોપાલભાઇ પાટીલ, દિનેશભાઇ, શૈલેષભાઇ પટેલ, શિવભદ્રસિંહ, ભુમિકાબેન સોલંકી સહિતે વોરન્ટ બજવણી કરી હતી.

આ ઉપરાંત રાત્રીના સમયે મકાનના તાળા તોડી ચોરી કરવના ગુનામાં પકડાયેલા મુળ ઓરિસ્સાના અને હાલ રેલનગર અમૃત સરોવરની સાઇટ પર રહી મજૂરી કરતાં ગોવર્ધન ઉર્ફ પિન્ટૂ નિત્યાનંદ પાત્ર (ઉ.૨૫) તથા અજય ગજીનભાઇ નાગ (ઉ.વ.૪૦)ને પાસામાં ધકેલવાની દરસ્ખાત મંજૂર કરી બંનેને વડોદરા અને ભુજ જેલહવાલે કરવામાં આવ્યા છે. પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ કે.ડી. પટેલ, એએસઆઇ સંજયભાઇ દવે, હેડકોન્સ. જનકભાઇ કુગશીયા, કોન્સ. હરેશભાઇ કુકડીયા, રાજુભાઇ દહેકવાલ, ઇન્દ્રજીતસિંહ, રાહુલગીરી સહિતે વોરન્ટ બજવણી કરી હતી.

(10:25 am IST)