Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સોરઠી ડાયરીઝઃ નવતર નાટકનો પ્રયોગ

રાજકોટઃ રંગનગરી રાજકોટને મળેલ નવનિર્મિત ''કલા સ્ટેશન''ના લોકર્પણ પ્રસંગે કલેકટર કચેરી- રાજકોટ દ્વારા, ''સોરઠી ડાયરીઝ'' નવતર નાટય પ્રયોગ યોજાઈ ગયો. નાટકના લેખક વરિષ્ઠ પત્રકાર જવલંત છાયા છે. દિગ્દર્શન મુંબઈના રાજેશ જોષી અને સહાયક દિગ્દર્શન નિહાર જોષીએ કર્યું છે. સંગીતકાર પંકજભાઈ ભટ્ટ છે.

નાટકમાં શર્મન જોષી, નિતીન ભારદ્વાજ, ઓસમાણ મીર, કીર્તિદાન ગઢવી, જય વસાવડા, સાંઈરામ દવે, અંકિત ત્રિવેદી, આર.જે. દેવકી, વિરલ રાચ્છ અને રક્ષિત વસાવડા સહિતના વિખ્યાત કલાકારો સાથે રાજકોટમાં વિનામૂલ્યે અભિનય શિખવતી નાટક સંસ્થા ''ઉત્સવ એકિટંગ એકેડેમી''ના ૧૫ ઉભરતા કલાકારો જેમાં ગૌતમ દવે, શાહરૂખ પઠાણ, ધ્રુમિલ બારડ, જતિન જગડ, રોચીરામ ટોપરાણી, પ્રિતેશ પરમાર, દર્પણ લાઠીગરા, ઉર્વીશ યાજ્ઞિક, અનિલ જગડ, દેવ્યાનિ જગડ, અંકુર કોટડીયા, ઓમ ભટ્ટ, ધ્રુવ કોટક, જતિન માલવી અને રંગોલી તન્નાએ અભિનયના ઓજશ પાથર્યા હતા. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સહિત મહાનુભાવો અને શહેરજનોએ નાટક મનભરીને માણ્યું હતું. સમગ્ર આયોજનમાં તત્કાલિન કલેકટર ડો.રાહુલ ગુપ્તા તેમજ ડો.મેહુલ રૂપાણીનું માર્ગદર્શન મળ્યું હતું.

(3:56 pm IST)