Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

આજે ર૧ સપ્ટે. અલ્ઝાઇમર ડે

યાદ શકિતને અસર કરતી બીમારીમાં કાળજી જરૂરી

તા. ર૧સપ્ટે વિશ્વ અલ્ઝાઇમર દિવસ તરીકે મનાવવામાં આવે છે. ૬૦ થી ૬પ વર્ષ પછી થતી આ બીમારીમાં મુખ્યત્વે યાદ શકિત પર સૌથી વધારે અસર થાય છે. જુની વસ્તુઓ યાદ રહે પછી હમણા વસ્તુઓ  કલાક પહેલાની બે-ત્રણ દિવસ પહેલાની વસ્તુ યાદ ન રહે નિર્ણય શકિત, તર્ક શકિત વિગેરેમાં પણ અસર થાય છે.

શરૂઆતનો તબકકો મધ્યમ તથા ગંભીર તબકકો એમ આશરે ત્રણ ભાગમાં તેના ચિન્હો જોવા મળે છે. આ રોગ થવાના કારણોમાં આનુવંશિકતા કે જનીનોની ખામી, પર્યાવરણ મગજમાં થતા રાસાયણીક કે પ્રોટીનને લગતા ફેરફારોને જવાબદાર માનવામાં આવે છે.

વધતી ઉંમર સાથે કુદરતી રીતે પણ યાદશકિત ક્ષીણ થાય છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. આ સિવાય વિટામીન બી-ર ની ખામી, અમુક દવાઓની આડ અસર, લાંબા ગાળાનું દારૂ કે શરાબનું સેવન, મગજમાં ગાંઠ થવી કે ચેપ લાગવો વિ. પરિસ્થિતીમાં યાદ શકિત પર અસર થઇ શકે છે.

વૈજ્ઞાનિક અનેક શકયતાઓનો અભ્યાસ કરી રહ્યા છે. વ્યાયામ, શારિરીક પ્રવૃતિ, આરોગ્ય પ્રદ આહાર અને માનસિક રીતે પ્રોત્સાહક પ્રવૃતિઓથી થોડી ઘણી રાહત થાય.  સંશોધનથી જાણવા મળેલ છે કે નિયમિત વ્યાયામ અલ્ઝાઇમર રોગને ઘટાડવામાં ભૂમિકા ભજવી શકે વ્યાયામને કારણે નવો ગ્રોથ ફેસ્ટર મગજના આરોગ્ય માટે એક ચાવી રૂપ પ્રોટીનના સ્તરને વધારે છે.

આ ઉપરાંત નિયમિત  અખબારો વાંચવા, ગણિતના નાના-મોટા દાખલા કે હિસાબો કરવા નવી પ્રવૃતિ વારંવાર કરવી, છાપામાં ક્રોસ વર્ડ ભરવા વિ.મગજને કાર્યોની પ્રવૃતિ મદદરૂપ થઇ શકે. નવી નવી પ્રવૃતી કરતા રહેવી જોઇએ.

સાર સંભાળ :- યાદ શકિત કે વર્તનમાં ફેરફાર જણાય તો તેની નોંધ લો.

સક્રિય રહો :- મોટી ઉમરે પણ સક્રિય રહો. રોજીંદા કામ, રસ, શોખ, વાંચનથી ચાલુ રાખી સગા-મિત્રો સાથે સબંધ જાળવો રાખો.

ઘરમાં પણ ઇજા ન થાય તેવુ ધ્યાન રાખો, રાત્રે પુરતો પ્રકાશ કરીને બાથરૂમ સુધી જવા માટે રાખો. જેથી ઇજાને ટાળી શકાય.

કેર-ટેકરે (સંભાળ લેનાર વ્યકિત) નું ધ્યાન રાખવું ? આવા દરદી સાથે લાંબો સમય રહેનાર વ્યકિત ખુબ ચિંતાનો અનુભવ કરે છે. તેમને પુરતી ઉંઘ, આનંદ, વ્યાયામ, આરામ મળી રહે તે રીતે બીજા લોકોએ સતત મદદ કરતા રહેવુ જોઇએ આ એક ટીમ વર્ક છે. તેમ માનવુ જોઇએ. દરદીમાં ઉશ્કેરાટ, એકલા બોલવુ, અથવા અન્ય વર્તનની સમસ્યા ઉદ્ભવી શકે છે. (બી.પી. એસ. ડી.), તેના માટે જરૂર પડે ડોકટરની સારવાર થોડા સમય માટે સુપરવીઝન નીચે લઇ શકાય. (૩૦.૮)

ડો. પરેશ શાહ

મગજ-માનસીક રોગ નિષ્ણાંત

ફોન ૦ર૮૧ રરરરપરર

(3:41 pm IST)