Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

સોની ગર્લ્સ ગ્રુપ દ્વારા તા.૨૬ના રોજ

સમસ્ત સોની સમાજ માટે વેલકમ નવરાત્રી સ્વર્ણીકા-૨૦૧૯નું આયોજન

 રાજકોટઃ તા.૨૧, સોની ગર્લ્સ ગ્રુપ રાજકોટ દ્વારા સમસ્ત સોની સમાજ માટે વેલકમ નવરાત્રી સ્વર્ણીકા ૨૦૧૯નું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. જેમા ૨૦ જેટલા ખેલૈયાઓને ગીફટ આપી સન્માન કરવામા આવશે. અને ૫૦ જેટલા ખેલૈયાઓને કોન્સોલેશન પ્રાઇઝ આપવામાં આવશે.આ આયોજન તા.૨૬ને ગુરૂવારે સાંજે ૬ વાગ્યે 'વેલ્વેટ પાર્ટી પ્લોટ' અયોધ્યા ચોક, ૧૫૦ ફુટ રીંગ રોડ સીનર્જી હોસ્પિટલ સામે કરાયું છે. જેમાં રૂ.૧૦૦ એન્ટ્રી ફી રાખવામાં આવેલ છે.

આ ગરબામાં લેડીઝ, જેન્ટસ, ચિલ્ડ્રન બધાજ આવી શકે છે. આખા સોની સમાજ માટે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે.   કાર્યક્રમનો હેતુ સોની સમાજની જરૂરીયાત વાળી બહેનોને વગર વ્યાજની લોન આપી તેમને મદદ કરવાનો છે.

આયોજન માટે બધા કારોબારી મેમ્બર્સ પ્રિતી રાણપરા, હર્ષા રાધનપુરા, ભાવનાબેન ફીચડીયા, આરતી ગેરીયા, ચેતનાબેન પાટડીયા, મધુબેન રાણીંગા, ભાવનાબેન ચોકસી, હસ્મિતાબેન પાટડીયા સહિતના જહેમત ઉઠાવી રહયા છે. વધુ માહિતી માટે ૯૮૨૪૬ ૧૮૯૮૧ તથા ૯૪૨૬૫ ૧૯૨૦૬ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:40 pm IST)