Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

ખેલમહાકુંભ કબડી સ્પર્ધામાં શ્રી મહિલા કોલેજ ખામટા દ્વિતીય ક્રમે

રાજકોટ : હાલ ગુજરાતમાં રમશે ગુજરાત જીતશે ગુજરાત કાર્યક્રમ અંતર્ગત ખેલમહાકુંભનું આયોજન થયેલ છે. જેમાં બહોળી સંખ્યામાં સ્પર્ધકો જુદા જુદા વિભાગો અને રમતોમાં ભાગ લે છે. આ સાથે શ્રી મહિલા કોલેજ-ખામટાની વિદ્યાર્થીઓએ પણ વિવિધ સ્પર્ધાઓમાં સંખ્યામાં ભાગ લીધેલ જેમાં તેઓ તાલુકા કક્ષાએ ખો ખો, કબડી, વોલીબોલ, એથ્લેટિકસ અને કરાટેમાં પ્રથમ સ્થાન મેળવ્યું ત્યારબાદ જિલ્લા કક્ષાએ કબડીમાં દ્વિતીય સ્થાન, ખો-ખો માં તૃતીય સ્થાન, એથ્લેટિકસમાં પ્રથમ સ્થાન, તેમજ કરાટેમાં ઝાલાવડીયા અભિક્ષા અને લુણાગરીયા કૃષિતા અનુક્રમે પ્રથમ અને દ્વિતીય સ્થાન મેળવીને હજુ આગળ રાજય કક્ષાએ પણ રમવા જશે. આ જીત મેળવનાર તમામ સ્પર્ધકો માટે કોલેજના પ્રિન્સીપાલ ચેતનાબેન ઠુંમર અને એમ. જે. માલાણી એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના મેનેજીંગ શિવલાલભાઇ ગઢીયાએ  અભિનંદન પાઠવ્યા છે.

(3:32 pm IST)