Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

શહેરના ગરબી ચોક વિસ્તાર પેચવર્ક- પેવીંગ બ્લોકથી તાકીદે મઢાવો

ર૪ કલાકમાં રીપેરીંગ કરવા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત

રાજકોટ, તા., ૨૧: શહેરના તમામ ગરબી ચોકમાં ર૪ કલાકમાં પેચવર્ક અથવા ઇન્ટરલોક રબ્બર મોલ્ડીંગ પેવીંગ બ્લોકની કામગીરી કરવા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા મ્યુ. કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે.

 

આ અંગે તેઓએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે આગામી તા.૨૯ સપ્ટેમ્બર આસો સુદ એકમથી નવલા નોરતા શરૂ થતા હોય તેમજ સમગ્ર રાજકોટ શહેરમાં ઠેર-ઠેર દીકરીઓ ગરબી રમતી હોય ત્યારે આ દીકરીઓને પગમાં ઠેસ ના વાગે તેમજ દીકરીઓ પગનું બેલેન્સ ન ગુમાવે તેમજ કોઇ આકસ્મીક ઘટના ન બને તે માટે સમગ્ર શહેરના તમામ ગરબી ચોકમાં આગામી ર૪ કલાકમાં પેચવર્ક અથવા પેવીંગ બ્લોક ફીટ કરવા વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયા દ્વારા માંગ કરવામાં આવી છે.

(3:31 pm IST)