Gujarati News

Gujarati News

News of Saturday, 21st September 2019

કલમ ૩૭૦ નાબુદીના નિર્ણય અંગે લોકો શું કહે છે?: ભાજપ વિડીયો અભિપ્રાય લેશે

ટીમ શહેર ભાજપ દ્વારા સંપર્ક અભિયાનનો પ્રારંભઃ વિધાનસભા વાઇઝ જવાબદારીઓ સુપ્રત

રાજકોટ, તા., ૨૧:  શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે જમ્મુ-કાશ્મીરની ૩૭૦ કલમ હટાવીને દેશહિતમાં લેવાયેલ ઐતિહાસિક પગલા સંદર્ભે પ્રદેશ ભાજપની યોજના અનુસાર તા.૧ સપ્ટેમ્બર થી ૩૦ સપ્ટેમ્બર દરમ્યાન વ્યાપક જનજાગૃતી અભિયાન, સંપર્ક અભિયાન હાથ ધરવામાં આવેલ છે તે અંતર્ગત રાજકોટમાં સંપર્ક અભિયાન હાથ ધરાયું છે. જેમાં શહેરના તમામ વોર્ડમાં આવતા સામાજીક સંસ્થાના અગ્રણીઓ, પ્રબુધ્ધ-અગ્રગણ્ય નાગરીકો, જ્ઞાતી આગેવાનો,  વિવિધ ક્ષેત્રના નામાંકિત વ્યકિતઓ સાથે સંવાદ કરી કલમ-૩૭૦ નાબુદીના નિર્ણયમાં તેમનો અભિપ્રાય લેવામાં આવશે તેમજ આ નિર્ણયના સમર્થનમાં શહેર ભાજપ સોશ્યલ મીડીયા દ્વારા વોર્ડના વિવિધ ક્ષેત્રના ૧૦૦ આગેવાનોના ૩૦ સેકન્ડ વિડીયો બતાવવામાં આવશે.

આ તકે શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીના માર્ગદર્શન હેઠળ સંપર્ક અભિયાનના રાજકોટ મહાનગરના સંયોજક તરીકે સુરેન્દ્રસિંહ વાળા, સહ સંયોજક તરીકે વિક્રમ પુજારા, વિધાનસભા ૬૮ના સંયોજક તરીકે વરજાંગ હુંબલ સહસંયોજક તરીકે મંજુલાબેન ગોસ્વામી, વિધાનસભા ૬૮ના સંયોજક તરીકે ધર્મેન્દ્ર મિરાણી, સહસંયોજક તરીકે જયોતીબેન લાખાણી તેમજ વિધાનસભા ૭૦,૭૧ના સંયોજક તરીકે દિવ્યરાજ ગોહીલ અને સહસંયોજક તરીકે કીરણબેન હરસોડાને જવાબદારીની સોંપણી કરાઇ હતી.

(3:29 pm IST)