Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

ખેડુતોને ખેત ઉત્પાદનના પુરતા ભાવ આપોઃ મહીકા ગામના પાટીયા પાસે સુત્રોચ્ચાર

રાજકોટ, તા., ર૧: ખેડુતોને શાકભાજી સહીત ખેત ઉત્પાદનના પુરતા ભાવ ન મળતા આજે રાજકોટ નજીકના મહિકા ગામના પાટીયા પાસે ખેડુતોએ સુત્રોચ્ચાર કરીને આક્રોશ ઠાલવ્યો હતો.

મહીકા ગામના પાટીયા પાસે ખેડુતો તથા ખેડુત આગેવાનો તથા રાજકોટ એસપીજી ગૃપના અશ્વીનભાઇ મોલીયા, જસ્મીનભાઇ પીપળીયા તથા અનેક ખેડુતોએ સુત્રોચ્ચાર કર્યા હતા. ખેડુતોએ જણાવ્યું હતું કે ખેડુ઼તોને પુરતા ભાવો આપો તથા ખેડુતોનું દેવું માફ કરો તથા અત્યારે રાજકોટ યાર્ડમાં બકાલાનો ભાવ માત્ર પ/૭ કિલો વેચાય છે તો ખેડુત કરે શું આટલા ભાવમાં તો મજુરી પણ થતી ન હોવાનો આક્રોશ વ્યકત કરીને સરકાર સામે રોષ વ્યકત કર્યો હતો.

(4:01 pm IST)