Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

સુખકર્તા દુઃખહર્તા વાર્તા વિધ્નાચી નુરવી પુરવી પ્રેમ કૃપ જયાચી

ગણેશ મહોત્સવ અંતિમ ચરણમાં : જંકશન પ્લોટમાં રાત્રે શ્રીનાથજીની ઝાંખી અને કાલે દાંડીયા રાસ : માસ્તર સોસાયટીમાં વૃધ્ધાશ્રમના વડીલોના હસ્તે મહાઆરતી

રાજકોટ તા. ૨૧ : '' ગઁ ગણપતયે નમો નમઃ સિધ્ધી વિનાયક નમો નમઃ'' પાર્વતીના લાલ ગણપતિજીની ભકિતમાં રાજકોટ રસતરબોળ છે. ચોથથી શરૂ થયેલ ગણેશ મહોત્સવનો આજે નવમો દિવસ છે. કાલે મહોત્સવનો છેલ્લો દિવસ અને રવિવારે ભાવથી વિસર્જન યાત્રા સાથે દાદાને વિદાય અપાશે.

અંતિમ ચરણમાં પહોંચી ચુકેલ ગણેશ મહોત્સવમાં ઠેરઠેર આયોજીત કાર્યક્રમોની સંકલિત વિગતો અહીં રજુ છે.

સત્યનારાયણનગરમાં મંગલમૂર્તિની ભકિત

ગાંધીગ્રામ, સત્યનારાયણનગર મેઇનરોડ પર વાંજાદરજી જ્ઞાતિની વાડી સામે બાલા ગણપતિ ગ્રુપ દ્વારા 'મંગલમૂર્તિ'નું સ્થાપન કરાયુ છે. દરરોજ સવાર સાંજ પૂજન અર્ચન અને પ્રસાદ વિતરણ કરવામાં આવી રહ્યુ છે. રવિવારે વિસર્જન કરાશે. સમગ્ર આયોજન માટે અમિતભાઇ અગ્રાવત, જતિનભાઇ અગ્રાવત, હિતેષભાઇ ચાવડા, વિજયભાઇ, સંજય ચાવડા, કરણ ચાવડા, અર્જુન ચાવડા, શિવમ વાઘેલા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

માસ્તર સોસાયટીમાં વૃધ્ધાશ્રમના વડીલો કરશે ગણેશ વંદના

વિનાયક ગ્રુપ દ્વારા ૭/૩ માસ્તર સોસાયટી, 'કોઠારીયા કોલોની કા મહારાજ'ના ગુણગાન ગવાઇ રહ્યા છે. ગઇકાલે ગણેશ સ્તોત્રના પાઠ કરાયા હતા. આજે શુકા્રવારે સાંજે ઢોલરાના દિકરાનું ઘર વૃધ્ધાશ્રમના વડીલોના હસ્તે ગણેશ વંદના અને મહાઆરતી રાખવામાં આવી છે. ધર્મપ્રેમીજનોએ ઉપસ્થિત રહેવા વિનાયક ગ્રુપના પ્રમુખ સત્યદીપસિંહ જાડેજા, કિરણબેન વડગામા, જીતુભાઇ ડાભી, રાજુભાઇ ડાભી, નૈમિષભાઇ પરમાર, રાજદીપસિંહ જાડેજા, દાઉદભાઇ, દીપસિંહ પરમાર, બાબુભાઇ વગેરેએ અનુરોધ કરેલ છે. (૧૬.૨)

(3:51 pm IST)