Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

દિકરાની બિમારી અને આર્થિક ભીંસને લીધે ધર્મેશ શીશાંગીયાએ એસિડ પીધું

પુનિતનગરનો ૩૨ વર્ષનો વાળંદ યુવાન હોસ્પિટલના બિછાને

રાજકોટ તા. ૧૧: ગોંડલ રોડ પુનિતનગરમાં રહેતાં અને વાળંદ કામ કરી ગુજરાન ચલાવતાં ધર્મેશ રાજેશભાઇ શીશાંગીયા (ઉ.૩૨) નામના વાળંદ યુવાને એસિડ પી લેતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.

ધર્મેશના કહેવા મુજબ તેનો પુત્ર બિમાર રહેતો હોઇ દર મહિને અમદાવાદ સારવાર માટે જવું પડે છે. હાલમાં પોતાને ધંધો બરાબર ચાલતો ન હોઇ આર્થિક ખેંચ પણ ઉદ્દભવી છે. આ કારણે કંટાળી જતાં એસિડ પી લીધું હતું. હોસ્પિટલ ચોકીના થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણ તાલુકા પોલીસને જાણ કરી હતી.

રૂખડીયાપરાની જ્યોત્સનાબેને ફિનાઇલ પીધું: અફસાનાને પતિએ માર માર્યો

બીજા બનાવમાં રૂખડીયાપરાની જ્યોત્સનાબેન હિતેષભાઇ સોલંકી (ઉ.૩૫)એ ફિનાઇલ પી લેતાં તથા ગંજીવાડામાં રહેતી અફસાનાબેન ઇનાયતભાઇ જુમાણી (ઉ.૩૦)ને રાત્રે મહાકાળી ચોકમાં પતિએ મારકુટ કરતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં પ્ર.નગર અને થોરાળા પોલીસને જાણ કરવામાં આવી હતી.

(3:33 pm IST)