Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

અકસ્માત મૃત્યુ કેસમાં વ્યાજ સહિત ૩૭.૪૨ લાખનું વળતર ચુકવવા હુકમ

રાજકોટ તા ૨૧ : અકસ્માત વળતર કેસમાં ભોગ બનનારના વારસદારોનું ૩૭,૪૨,૫૦૦ રૂ. નું વળતર કોર્ટે મંજુર કર્યુ હતું.

આ અકસ્માતની વિગત એવી છે કે ગત તા. ૧૨-૮-૧૧ ના રોજ ધ્રાંંગધ્રાના રાજ સીતાપુરના રહેવાસી અને જેતે સમયે અંજારની સુપ્રસીધ્ધ એવી એલસ્પન કાું. માં નોકરી કરતા અને ૧૪૫૦૦-૦૦ માસીક પગાર મેળવનાર સ્વ. મગનભાઇ કલ્યાણભાઇ પરમાર (દલીત) કે જેઓ સામખીયાળીની આશીર્વાદ હોટલ સામે રસ્તો ક્રોસ કરતા હતા અને એક એસ્ટીમ કાર નં. જીજે-૪-એ.એમ. ૮૬૩૩ ના ચાલકે તેમને હડફેટે લીધેલ અને તેમનું મોત નીપજાવેલ, ગુજરનારના વારસદારો દ્વારા આ મૃત્યુ બદલ સ્વ. મગનભાઇની આવકને, વારસદારોને ધ્યાનમાં લઇ વળતર મેળવવા રાજકોટની કોર્ટમાં કલેઇમ કરવામાં આવેલ.

આ કલેઇમ કેસ રાજકોટ ડીસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી ગયેલ અને અરજદારના વકીલ દ્વારા ગુજરનાર જયાં નોકરી કરતા હતા તે કાું. વેલસ્પુન કાું. ના મેનેજરને ગુ. કલ્યાણભાઇના પગાર બાબતે તપાસવામાં આવેલ તેમજ અરજદાર તરફે વકીલની દલીલ તથા વેલસ્પુન કા. ની જુબાની પરથી ગુજરનારની ડીસ્ટ્રીકટ કોર્ટ દ્વારા પુરેપુરી આવક રૂ.૧૪૫૦૦/- માનવામાં આવેલ તેમજ ૫૦ ટકા પ્રોસ્પેકટીવ આવક ધ્યાને લેવામાં આવેલ.

રાજકોટની એડીશ્નલ ડીસ્ટ્રીકટ કોર્ટે આ કલેઇમ કેસમાં એસ્ટીમ કારની વીમા કાું. બજાજ એલીયાન્સને ગુજરનારના મૃત્યુ બદલ કુલ રૂ.૨૨,૯૬,૦૦૦/- આ કેશ સાડા છ વર્ષ ચાલેલ આમ સાડા છ વર્ષનું વ્યાજ રૂા ૯ ટકા લેખે ૧૪,૪૬,૦૦૦/- સહિત કુલ રૂ. ૩૭,૪૨,૫૦૦/- માસ ૧ માં ચુકવી આપવા હુકમ કરેલ હોય.

આ કલેઇમ કેસમાં અરજદાર તરફે રાજકોટના કલેઇમ ક્ષેત્રમાં જાણીતા એડવોકેટ શ્યામ જેે. ગોહિલ, કલ્પેશ કે. વાઘેલા, તથા રવિન્દ્ર ડી. ગોહિલ રોકાયેલા હતા.

(2:37 pm IST)