Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

GST પોર્ટલના રાજકોટ સહિત રાજયભરમાં ધાંધીયા : 3-Bના રિટર્ન ફાઇલ ન થઇ શકયા...

વેપારીઓમાં દેકારો : રિટર્ન ફાઇલ કરવા મુદત વધારી દેવા થયેલી માંગણી

રાજકોટ, તા. ર૧ : જીએસટીનું પોર્ટલ બે દિવસથી કામ ન કરતું હોવાથી વેપારીઓ તેમની ખરીદી અને વેચાણની સમરીને લગતા ૩-બીના રિટર્ન ફાઇલ કરી શકયા નથી. પરિણામે આ રિટર્ન ફાઇલ કરવા માટેની સમયમર્યાદા લંબાવી આપવાની માંગણી કરતી રજૂઆત ગુજરાત સેલ્‍સ ટેકસ બાર એસોસિયેશને કરી છે. રિટર્ન ફાઇલ ન થવા ઉપરાંત ટેકસના ચલણ પણ વેબસાઇટ પર સ્‍વીકૃત ન થતાં હોવાનું તેમનું કહેવું છે. પોર્ટલ ખોરવાના અને રિટર્ન ફાઇલ ન થતા વેપારીઓમાં દેકારો બોલી ગયો છે.

૧૮મી સપ્‍ટેમ્‍બરથી જીએસટીનું પોર્ટલ બરાબર કામ ન કરતું હોવાની રજૂઆત થઇ હતી. વેબસાઇટ બરાબર ન ચાલતી હોવાથી ટ્રેડર્સ રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા જ પૂરી કરી શકયા નહોતા.

થ્રી-બી રિટર્ન ફાઇલ ન કરી શકનારા વેપારીઓને રોજના રૂા. પ૦ લેખે દંડ કરવામાં આવે છે. સીજીએસટીના રૂા. રપ અને એસજીએસટીના રૂા. રપનો રોજનો દંડ લાગુ કરવામાં આવે છે.

(12:17 pm IST)