Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

મધ્‍યાહન ભોજનના સંચાલકો-રસોયાઓની બેમુદતી હડતાલ શરૂઃ કાલથી આંદોલન ઉગ્ર બનશેઃ ૩પ લાખ બાળકોને અસર

રાજકોટ જીલ્લાના ૧ લાખથી વધુ બાળકો ભોજન વિનાના રહેશેઃ શહેરના બાળકોને અસર નહિ થાય : સરકારે દરેક કલેકટરને વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા અંગે આદેશો કર્યાઃ સરપંચ-તલાટી-પ્રિન્‍સીપાલોની મદદ લેવાઇ

રાજકોટ તા. ર૧ : પગાર વધારો અને ભોજનનું મેનું, કરિયાણુ-શાકભાજી વગેરે વપરાશનાં નિયમોમાં વિસંગતતાઓ સહિતનાં પ્રશ્નો ઉકેલવાની માંગ સાથે આજથી રાજયભરનાં મધ્‍યાહન ભોજન કેન્‍દ્રનાં રસોયાઓ સહિત હજારો કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી હડતાલ પર ઉતરી ગયા છે. જેનાં કારણે રાજયભરનાં મધ્‍યાહન ભોજન કેન્‍દ્રનાં અંદાજે ૩પ લાખ જેટલાં બાળકો ભુખ્‍યા રહેશે. જો કે રાજકોટ શહેરના બાળકોને ભોજન મળશે, કારણ કે શહેરના મુખ્‍ય કેન્‍દ્રનું સંચાલન કર્મચારીઓ નહિ પરંતુ સ્‍વૈચ્‍છિીક સંસ્‍થા કરી રહી છે, આથી શહેરમાં બાળકોને ભોજન મળશે.

પરંતુ જીલ્લાના ૧૦૦૦ થી વધુ કેન્‍દ્રોમાં ભોજન લેતા ૧ લાખ ૧ર હજારથી વધુ બાળકોને ભોજન નહી મળે, રાજકોટ જીલ્લાના ૧૦૩ર થી વધુ કેન્‍દ્રોના રસોયા- સંચાલકો હડતાલ ઉપર ઉતરી ગયા છે. દરમિયાન મધ્‍યાહન ભોજન યોજનાના ડે. કલેકટરે ઉમેર્યુ હતું કે અમે વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા ગોઠવી છે. દરમિયાન મધ્‍યાહન ભોજન યોજનાના ડે. કલેકટરે ઉમેર્યુ હતું કે અમે વૈકલ્‍પીક વ્‍યવસ્‍થા ગોઠવી છે, તલાટી - સરપંચ સહિતની મદદ લેવાઇ છે, સ્‍કુલોના પ્રિન્‍સીપાલ-સંચાલકોને પણ તૈયાર ભોજન અંગ સુચના આપી છે.

 કર્મચારીઓને સરકારે નિયુકત કરેલા લઘુતમ વેતન દર મુજબ મહીને અંદાજે પ થી ૬ હજાર પગાર મળવો જોઇએ તેવી માંગ સાથે આજથી રાજયભરનાં મધ્‍યાહન ભોજન કેન્‍દ્રનાં રસોયાઓ સહિતના  કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી હડતાલ પર ઉતરી ગયા છે. જેનાં કારણે રાજયભરનાં મળી મધ્‍યાહન ભોજન કેન્‍દ્રનો લાભ લેતાં અંદાજે ૩પ લાખ જેટલાં બાળકો ભુખ્‍યા રહેશે. કાલથી લડત ઉગ્ર બનશે, આજે તો રજા છે, એટલે ૧ દિ' બાદ કાલે બાળકોને ભોજન નહી મળે.

આ હડતાલથી રાજકોટ જીલ્લાનાં અંદાજ ૧ાા લાખ બાળકો ભુખ્‍યા રહેશે તેમ કર્મચારી મંડળે જાહેર કરી અને સરકાર આ પ્રશ્નો અંગે સહાનુભૂતિ પૂર્વક વિચારી ગરીબ બાળકોનાં આરોગ્‍યને ધ્‍યાને લઇ તાત્‍કાલીક પગાર વધારા સહિતનાં પ્રશ્નો ઉકેલવા માંગ ઉઠાવાઇ છે. 

(11:57 am IST)