Gujarati News

Gujarati News

News of Friday, 21st September 2018

વસુંધરા રેસીડેન્‍સીમાં છેલ્લા દશ વર્ષથી ઉજવાતો ગણેશ ઉત્‍સવ

ભાવિકોમાં જોવા મળતો અનેરો ઉત્‍સાહ

રાજકોટ તા. ૨૧ : રાજકોટના એરપોર્ટ રોડ પર આવેલી વસુંધરા રેસીડેન્‍સી ખાતે ભગવાન શ્રી ગજાનનની વાજતે ગાજતે રાસગરબાની રમઝટ સાથે પધરામણી કરવામાં આવી હતી. છેલ્લા નવ વર્ષથી સોસાયટીના પ્રાંગણમાં ગણેશ મહોત્‍સવનું ૧૧ દિવસ માટે સફળ આયોજન બાદ દશમા વર્ષમાં મગલ પ્રવેશ કર્યો છે.ᅠ

ગજાનન ગણપતીની સંપૂર્ણ માટીમાંથી જ મૂર્તિનું નિર્માણ કરવામાં આવે છે, જેથી પર્યાવરણનેᅠ નૂકશાન થતું નથી. ચાલુ વર્ષે ૬ ફુટની ઉંચાઇ ધરાવતી મૂર્તિ બનાવવામાં આવી છે. ગત તા. ૧૩ને ગણેશ ચતુર્થિના દિવસે ગોધુલીક સમયે વિધ્‍નહર્તાનું વિધિવત પંડાલમાં પધારામણી કરવામાં આવી ત્‍યારે રેસીડેન્‍સીના તેમજ આસપાસની સોસાયટીના ભાઇઓ-બહેનોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળ્‍યો હતો. આ ૧૧ દિવસના મહોત્‍સવમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સત્‍યનારાયણ ભગવાનની કથા,ᅠ છપ્‍પનભોગનો પ્રસાદ, દરરોજ સવાર-સાંજની પૂજા-આરતી વગેરે કરવામાં આવે છે. માય એફ.એમ.રેડીયોના સુશ્રી નુપુર દ્રારા સોસાયટીના બાળકોને પ્રોત્‍સાહીત કરાયા હતા.

આ મહોત્‍સવને સફળ બનાવવા માટે શ્રી દિનેશભાઇ સોમૈયા,ᅠ ગોવિંદભાઇ દેવાણી, કનુભાઇ રાજવીર, શરદભાઇ દવે, વિરેન્‍દ્રભાઇ ખખ્‍ખર, નિલેષભાઇ ત્રિવેદી, પી.બી.પંડયા, મનિષ કામદાર, જયેન્‍દ્ર હિન્‍ડોચા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:18 pm IST)