Gujarati News

Gujarati News

News of Saturday, 21st August 2021

અછતમાં પશુઓ માટે ઘાસના વિકલ્પે 'પરાળી' : દૂધમાં ભેળસેળ અક્ષમ્ય

પીવાનું પાણી અનામત રાખી બાકીનું સિંચાઇ માટે આપવું જોઇએ

રાજકોટ : કેન્દ્રીય મંત્રી શ્રી પરસોત્તમ રૂપાલાએ સરધારમાં પત્રકાર પરિષદમાં વરસાદ ખેંચાવાની સ્થિતિ અંગેના સવાલના જવાબમાં જણાવેલ કે, દિલ્હી અને આસપાસના વિસ્તારમાં ખેતરોમાં ઉગતી પરાળી ત્યાં બિનઉપયોગી હોવાથી બાળી નાખવામાં આવે છે. તેનો ગુજરાતમાં ઘાસચારા તરીકે ઉપયોગ થઇ શકે તેમ છે. આ કામગીરીના અમલ માટે સરકારે સમિતિ બનાવી છે. જરૂર પડે તો ગુજરાતમાં પશુઓને પરાળી પૂરી પાડવામાં આવશે. પીવાનું પાણી અનામત રાખી બાકીનું પાણી સિંચાઇ માટે રાજ્ય સરકાર આપશે.

શ્રી રૂપાલાએ દૂધની ભેળસેળને અક્ષમ્ય ગણાવી તેની સામે આકરા પગલાનો નિર્દેષ કર્યો હતો.

(11:54 am IST)