Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

કાલે સીન્ડીકેટ : વગદારોની ખાનગી કોલેજોની મંજૂરીની થશે લ્હાણી..

પરીક્ષા વિભાગના સુધારણા તેમજ કરાર આધારીત અધ્યાપકોની મુદ્દત વધારશે

રાજકોટ, તા. ર૧: સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ગત ૧૪મી ઓગસ્ટે મળેલ સીન્ડીકેટની એજન્ડા અને કેટલીક દરખાસ્તો બાકી રહી જતા આવતીકાલે ફરી સીન્ડીકેટની બેઠક મળી રહી છે.

 તા. રપ-૬-૧૯ની પરીક્ષા સંચાલન સમિતિની ભલામણ મંજૂર થવામાં (૧) પુનઃ મૂલ્યાંકનમાં જે પેપરમાં વિદ્યાર્થીઓના ગુણ સુધરે તો વિદ્યાર્થીને પુનઃ મૂલ્યાંકન ફી રીફંડ આપવી. (ર) પુનઃ મૂલ્યાંકન માટે અરજી કરી હોય તેવા વિદ્યાર્થીઓની ઉત્તરવાહીનું પુનઃ મૂલ્યાંકન ન થાય ત્યાં સુધી ઉત્તરવહીની નકલ આરટીઆઇ અન્વયે ન આપવી. પુનઃ મૂલ્યાંકન માટે અરજી કરેલ ન હોય તેવા વિદ્યાર્થીઓને આરટીઆઇ અનવયે ઉત્તરવાહીની નકલ આપવા દરખાસ્ત કરી છે.

પરીક્ષા કાર્યવાહી માટે ઓબ્ઝર્વર જયારે પ્રશ્નપત્રો લઇને જે તે પરીક્ષા કેન્દ્ર પર જાય એજ દિવસે લખાયેલ ઉત્તરવાહીઓ યુનિવર્સિટીએ પરત લેતા આવે તેવી વ્યવસ્થા ગોઠવવા અંગે વિચારણા.

સીન્ડીકેટની બેઠકમાં ૧૧ માસ કરાર આધારિત આસિ. પ્રોફેસરની નિમણૂંકને મંજૂરી. રસાયણ શાસ્ત્ર-૩ જગ્યા, ઇલેકટ્રોનિકસ-૩ જગ્યાને મંજુરી આપશે.

સીન્ડીકેટની બેઠકમાં એમ.બી. એજયુ. ટ્રસ્ટ સંચાલિત સર્વોદય કોલેજ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી-રાજકોટ સંલગ્ન કોલેજમાં બી.એસસી. -આઇટીના નવા અભ્યાસક્રમ શ્રી કામદાર એજયુ. ટ્રસ્ટ સંચાલિત કામદાર સાયન્સ કોલેજ-રાજકોટ સંલગ્ન કોલેજમાં બી.એસસીના નવા અભ્યાસક્રમ, હરિભાઇ નરભેરામ શુકલ બી.એડ્. કોલેજ-રાજકોટ સંલગ્ન કોલેજમાં બેચલર ઓફ ડીઝાઇનના નવા અભ્યાસક્રમ બાબતે વિચારણા. શ્રી અર્જુનલાલ હિરાણી કોલેજ-રાજકોટ સંલગ્ન કોલેજમાં બી.એસસી.ના નવા અભ્યાસક્રમ, શ્રી સી.સી. ગોસ્વામી સાર્વજનિક એજયુકેશન ટ્રસ્ટ સંચાલિત જય સોમનાથ ઇન્સ્ટીટયુટ ઓફ નર્સીગ એજયુકેશન -ઢોલરા-સંલગ્ન કોલેજમાં પોસ્ટ બેઝીક બી.એસસી નર્સીંગના નવા અભ્યાસક્રમ બાબતે. શ્રી મેમરી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગ્લોરીયસ કોલેજ ઓફ કોમ્પ્યુટર સાયન્સ -રાજકોટ સંલગ્ન કોલેજમાં બી.બી.એ.ના નવા અભ્યાસક્રમ બાબતે હાથ ધરેલ.

(4:11 pm IST)