Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

નિર્મલા કોન્વેન્ટ સ્કુલમાં સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

રાજકોટ : હનુમાન મઢી પાસે આવેલ નિર્મલા કોન્વેન્ટ સ્કુલ ખાતે જન્માષ્ટમી ઉત્સવની પૂર્વ દિવસોમાં ઉજવણી કરાઇ હતી. રાસ, ગરબા, મટકી ફોડ, કૃષ્ણભકિત ગીતના કાર્યક્રમો થયા હતા. સ્કુલમાં યલ્લો, રેડ, બ્લુ, ગ્રીન હાઉસ વચ્ચે સાંસ્કૃતિક પ્રતિયોગીતા યોજી વિજેતાઓ જાહેર કરાતા પ્રથમ સ્થાને યલ્લો હાઉસ, દ્વીતીય સ્થાને રેડ હાઉસ અને તૃતીય સ્થાને બ્લુ હાઉસ વિજેતા બનતા મહેમાનોના હસ્તે શીલ્ડ એનાયત કરી પ્રોત્સાહીત કરાયા હતા. પ્રિન્સીપાલ સીસ્ટર સીન્ની જોસફ અને સીસ્ટર ગ્રેસ અબ્રાહમના માર્ગદર્શન હેઠળ યોજાયેલ આ સમારોહમાં મુખ્યમહેમાન તરીકે મ્યુ. કમિશ્નર શ્રી બંછાનીધી પાની, શ્રીમતી સીમા પાની, પ્રદેશ ભાજપ અગ્રણી શ્રી નીતિનભાઇ ભારદ્વાજ, શ્રીમતી વંદનાબેન ભારદ્વાજ ઉપસ્થિત રહ્યા હતા. નિર્મલા સ્કુલમાં યોજાયેલ કૃષ્ણજન્મોત્સવ સમયની વિવિધ તસ્વીરો અહીં નજરે પડે છે.

(3:52 pm IST)