Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

'મલ્હાર' લોકમેળામાં આગ-અકસ્માતની સુરક્ષા માટે ૮ ફાયર ફાઇટરોઃ બે ફાયર સ્ટેશનો

ફાયર બ્રીગેડ જવાનોને સ્ટેન્ડ ટુ રહેવા મ્યુ. કમિશ્નર બંછાનીધી પાનીનો આદેશ

રાજકોટ,તા.૨૧: આવતીકાલથી શરૂ થઇ રહેલા રાજકોટ શહેરની શાન સમા મલ્હાર-૨૦૧૯ લોકમેળામાં રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ દ્વારા લોકોની સલામતિ, સ્વાસ્થ્ય, લોકમેળાની સ્વચ્છતા સહિતની વિવિધ સેવાઓ અને કામગીરી માટે મ્યુનિ. કમિશનર શ્રી બંછાનિધિ પાની દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

શહેરના હાર્દ સમા રેસકોર્ષ મેદાન ખાતે જન્માષ્ટમી લોકમેળા ઉપરાંત રાજકોટ શહેર અને શહેરની આજુ બાજુના ફરવા લાયક સ્થળો પર લોકોની સલામતિને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિકયુરિટી ગાર્ડ્સની વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ લોકમેળો અમલીકરણ સમિતી તરફથી જન્માષ્ટમી પર્વ નિમીત્ત્।ે તા.૨૨થી તા.૨૬ સુધી  રેસકોર્ષ મેદાન ખાતે યોજાનાર  લોકમેળામાં ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ ફાયર સ્ટેશનની સંખ્ય(૧) પોલીસ કમિશ્નરશ્રીના નિવાસ પાસેના ગેઇટ પાસે (સ્ટેશન નં.૧), (૨) એરપોર્ટના ગેઇટ પાસે (સ્ટેશન નં.૨) જે પ્રાથમિક આગ બુજાવવાના ફાયર પોઇન્ટ રખાયા છે. જેમાં ઇલેકટ્રીક વિભાગના મેઇન જંકશન પાસે, કલેકટરશ્રી તરફથી રાખવામા આવેલ માહિતી/ કન્ટ્રોલ વિભાગની ઓફીસ પાસે, પોલીસ/ ટ્રાફીક કન્ટ્રોલ ઓફીસ પાસે, બંને ફાયર સ્ટેશન પાસે, સાંસ્કૃતિક કાર્યક્રમના સ્ટેજની બંને બાજુ, સાંસ્કૃતિક કાર્યક્રમના બંને વિદ્યુત જંકશન પાસે, માહિતી વિભાગ/ કોમ્પ્યુટર વિભાગ/ સી.સી.ટીવી કેમેરા કન્ટ્રોલ રૂમ પાસે.

આ ઉપરાંત ફાયર એક્ષ્ટીંગ્યુશર સ્પેરમા રાખવામા આવશે, જે કોઇ પણ આગ વખતે ફાયરમેન ફાયર ફાયટર પહોંચે તે પહેલા આગ બુજાવવા તથા રોકવા પ્રયત્ન કરી શકે  વગેરેનો સમાવેશ છે.

મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ ચીફ ફાયર ઓફિસર બી.જે.ઠેબાએ  અને ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગના અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને લોકમેળામાં અલગ અલગ શિફટમાં ફરજો સુપ્રત કરી છે. તેમ સતાવાર યાદીમાં જણાવાયુ છે.

(3:52 pm IST)