Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

વાટલીયા પ્રજાપતિ જ્ઞાતિના તારલાઓ ફુલડે વધાવાયા

૪૩૦ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ, પ્રમાણપત્ર, પુરસ્કાર એનાયત : ગોવિંદભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ : જીપીએસસી પરીક્ષાના ફોર્મ ફરી આવતીકાલે પરત કરવા

રાજકોટ, તા. ૨૧ : શ્રી વાટલીયા પ્રજાપતિ યુવક મંડળ આયોજીત સમાજના છાત્રોનો ૧૬મો તેજસ્વી સન્માન સમારોહ સમાજની વાડીએ તાજેતરમાં યોજાયો. જેમાં સમાજના ૪૩૦ તેજસ્વી છાત્રોને શિલ્ડ, શૈક્ષણિક કીટ, પ્રમાણપત્ર તેમજ પુરસ્કાર આપી સમાજના મહાનુભાવો અને દાતાઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા.

સમારોહનો શુભારંભ પ્રાર્થના અને દીપ પ્રાગટ્યથી કરવામાં આવ્યો. સવારના સત્ર માટે અધ્યક્ષ તરીકેની વરણી હરીશભાઈ ગોંડલીયાની તેમજ બપોરના સત્રના અધ્યક્ષ તરીકે રાજુભાઈ સરતાનપરાની વરણી કરવામાં આવી. તેઓએ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરીને શૈક્ષણિક માર્ગદર્શન આપ્યુ હતું. સમારોહમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત દિલસુખભાઈ ગોંડલીયા અને નરશીભાઈ ધંધુકીયા દ્વારા કરવામાં આવ્યુ. મંડળના પ્રમુખ મનસુખભાઈ ધંધુકીયા અને મંત્રી રમેશભાઈ ગોંડલીયાએ મહાનુભાવો અને ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનું પુષ્પગુચ્છથી તેમજ જાબાલભાઈ કટકીયાએ સમાજના દાતાઓ, શિલ્ડના દાતા સવિતાબેન રૂડકીયા, પ્રમાણપત્રના દાતા કેતનભાઈ ગોંડલીયા, નાસ્તાના દાતા રાજુભાઈ સરતાનપરા, શૈક્ષણિક કીટના દાતાઓ ગં.સ્વ.દિવાળીબેન ધંધુકીયા, સુરેશભાઈ રૂડકીયા, જાગૃતિબેન અજયભાઈ ગોંડલીયા, જાગૃતિબેન દીલસુખભાઈ, વી.સી. ગોંડલીયા, નવીનભાઈ કટકીયા, ધીરૂભાઈ રૂડકીયા, મહિલા મંડળના પ્રમુખ અને દાતા રંજનબેન ગોંડલીયા, હરીભાઈ અમેથીયા, ઠાકરશીભાઈ કટકીયા, જી.આર.પ્રજાપતિ, રમેશભાઈ ધોળકીયા, નરોતમભાઈ ધોળકીયા, કિશોરભાઈ ધંધુકીયા, નીતિનભાઈ ગોંડલીયા, મંજુલાબેન ધોળકીયા, હિતેષભાઈ દેવગાણીયા, ચંદ્રકાંત ડી.રાવલ, અમૃતલાલ ઉનાગર, વિપુલભાઈ નારીગરા તેમજ નિલેશભાઈ ધંધુકીયાનું સન્માન પુષ્પગુચ્છ આપીને કર્યુ હતું. સમાજના દાતાઓને નરશીભાઈ ધંધુકીયા અને જાબાલભાઈ કટકીયા દ્વારા અભિનંદન આપીને બિરદાવવામાં આવ્યા હતા. સમાજના દાતાઓ અને મંડળના સભ્યોએ વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપીને પ્રોત્સાહિત કર્યા હતા.

રાજકોટના ધારાસભ્ય શ્રી ગોવિંદભાઈ  પટેલે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને શૈક્ષણિક સફળતા માટે ધન્યવાદ આપીને આજના હરીફાઈના યુગમાં ખૂબ જ શૈક્ષણિક સિદ્ધિ મેળવવા વિદ્યાર્થી અને વાલીઓને માર્ગદર્શન આપ્યુ હતું. મંડળના મંત્રી રમેશભાઈ ગોંડલીયાએ પ્રાસંગિક પ્રવચનમાં વાટલીયા પ્રજાપતિની શૈક્ષણિક સિદ્ધિની માહિતી આપીને છાત્રો અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા. મંડળના પ્રમુખ મનસુખભાઈ ધંધુકીયાએ શૈક્ષણિક ક્ષેત્રે અવિરત પ્રગતિ સાધવા બદલ વિદ્યાર્થીઓ અને વાલીઓને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે ટૂંક સમયમાં વાટલીયા પ્રજાપતિના વિદ્યાર્થીઓ માટે જી.પી.એસ.સી.ના વર્ગો ચાલુ કરવા અને બહારગામના છાત્રોને રહેવાની સુવિધા આપવા જણાવીને છાત્રોને ફોર્મ ભરીને પરત આપી જવા જણાવ્યુ હતું.

ડો.કિશોરભાઈ ભેસાણીયાએ જી.પી.એસ.સી.ની ઉચ્ચ સરકારી નોકરીની પરીક્ષા માટે માર્ગદર્શન આપીને વિદ્યાર્થી ભાઈ - બહેનોને પ્રોત્સાહિત કર્યા હતા. ધો.૧૦ અને ૧૨ના કલાસ ચલાવવા માટે મોહિત વોરાનું અને કોમ્પ્યુટર વર્ક માટે વિસ્મય ગોંડલીયાનું સન્માન કરવામાં આવ્યુ હતું. મોહિત વોરાએ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યુ હતું.

કાર્યક્રમનું સંચાલન નરશીભાઈ ધંધુકીયા અને જાબાલ કટકીયા દ્વારા કરવામાં આવ્યુ હતું. ગત વર્ષના પ્રોજેકટ ચેરમેન હસમુખભાઈ ધંધુકીયાને મોમેન્ટો આપી પ્રમુખ શ્રી અને મંત્રીશ્રી દ્વારા સન્માનિત કરાયા હતા. અમૃતલાલ ઉનાગર, નરશીભાઈ ધંધુકીયા, ધીરૂભાઈ અમેથીયા અને સંજય રાવલને વિદ્યાર્થી સન્માનની કામગીરી માટે તેમજ હરીશભાઈ ગોંડલીયાનો પ્રેસ મીડીયા માટે દિલસુખભાઈ ગોંડલીયા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો.

કાર્યક્રમને સફળ બનાવવા મંડળના અન્ય સભ્યો પરસોતમભાઈ ધંધુકીયા, લીલાધરભાઈ ધંધુકીયા, હસમુખભાઈ ધંધુકીયા, દેવસીભાઈ વોરા, અજયભાઈ ગોંડલીયા, પ્રવિણભાઈ ગોંડલીયા, શૈલેષભાઈ ગોંડલીયા, સુરેશભાઈ ગોંડલીયા, શૈલેષભાઈ ધંધુકીયા, ગાંડુભાઈ ધોળકીયા, વાલજીભાઈ ધંધુકીયા, હેમંતભાઈ ધંધુકીયા, રમેશભાઈ સરવૈયા, શૈલેષભાઈ પંુભડીયા, હિતેષભાઈ ધોળકીયા, ભરતભાઈ ધંધુકીયા, લક્ષ્મણભાઈ આંબલીયા, વાલજીભાઈ ધંધુકીયા, કિર્તીભાઈ ઉનાગર, રમેશભાઈ રૂડકીયા તથા હસુભાઈ કટકીયાએ જહેમત ઉઠાવી હતી. આભારવિધિ મંત્રી રમેશભાઈ ગોંડલીયા દ્વારા કરવામાં આવી હતી.

પ્રજાપતિ સમાજ માટે GPSC ના કોચિંગ કલાસ માટે સતત માર્ગદર્શન અને કૌન્સેલિંગ સેમિનારો યોજવામાં આવે છે. એ અંતર્ગત સમસ્ત પ્રજાપતિ સમાજ ના યુવાઓ એ જેમને ફોર્મ ભર્યા હતા અને સ્નાતક ના બીજા વર્ષ થી લઈને અનુસ્નાતક સુધીના લાયકાત ધરાવતા યુવાઓ ને આ સેમિનાર માં આમંત્રણ આપવામાં આવેલ અને સેમિનાર માં કલાસ-૧ અધિકારીઓ (હિસાબી અધિકારી ભુવા, વહીવટી અધિકારી ગોંડલિયા) તથા ડો.કોરિયા સાહેબ એ જીપીએસસી પરીક્ષા અને સફળતા માટે જરૂરી માર્ગદર્શન આપેલ. તથા શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ ના પ્રમુખ શ્રી મનસુખભાઇ ધંધૂકિયા એ સમસ્ત પ્રજાપતિ સમાજ ના યુવાઓ માટે GPSC પરીક્ષા આપવા ઇચ્છતા યુવાઓ માટે ટૂંક સમય માજ તાલીમ વર્ગો ચાલુ કરવાની જાહેરાત કરેલ. આ સેમિનાર નું આયોજન શ્રી વાટલિયા પ્રજાપતિ યુવક મંડળ ના મંત્રી શ્રી રમેશભાઈ ગોંડલિયા, ઉપ સહ મંત્રી શ્રી અમૃતભાઇ ઉનગર અને કારોબારી સભ્ય શ્રી જાબાલભાઈ કટકીયા દ્વારા કરવામાં આવેલ. હજુ ભી જો કોઈ યુવા કે વિધ્યાર્થી જીપીએસસી ની પરીક્ષા આપવા ઇચ્છતા હોય અને મંડળ દ્વારા જે તાલીમ વર્ગ શરૂ કરવામાં આવવાના છે એમાં જોડાવા ઇચ્છતા હોય તે ઙ્કશ્રી વાટલિયા પ્રજાપતિ ની વાડી, ઉદય નાગર-૧, ગોરા કુંભાર ચૌક, મવડી ચોકડી પાસે, રાજકોટ.નો સંપર્ક કરી જીપીએસસી તાલીમ વર્ગ નું ફોર્મ મેળવી તા.૨૨.૦૮.૨૦૧૯ ગુરુવાર સુધી માં ફોર્મ ભરીને પરત કરવા અને આ વર્ગો માં જોડાવા માટે યુવા કે વિધ્યાર્થી ઓછા માં ઓછા સ્નાતક ના બીજા વર્ષમાં અભ્યાસ કરતાં હોવા જોઈએ. સ્નાતકના આખરી વર્ષ અને સ્નાતકથી ઉપરના અભ્યાસ કરેલ સમસ્ત પ્રજાપતિ ના યુવા કે વિધ્યાર્થી આ વર્ગો માં જોડાઈ સકે છે. એમ મંડળ ના પ્રમુખ શ્રી મનસુખભાઇ ધંધૂકીયા ની યાદીમાં જણાવેલ છે.

(3:36 pm IST)