Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ચેકરિટર્ન કેસમાં નાસીકના ઉદ્યોગપતિને એક વર્ષની સજા અને વળતર ચુકવાવ હુકમ

રાજકોટ તા.૨૧: એડી.ચીફ.જ્યુડી.મેજી.શ્રી એમ.આર.લાલવાણીએ નાશિકના ઉદ્યોગપતિ મછીન્દ્ર મોતીરામ સેવાલે ને રૃા.૮૦૫૧૦૦ના ચેક રીટર્ન અનુસંધાને ૧ વર્ષની સજા નો હુકમ ફમારેવલ છે.

બનાવની ટૂંક હકીકત એવી છે કે રાજકોટના રહેવાસી હાર્દિકભાઇ મનહર લાલ કોટેચા કે જેઓ વિજય પ્લોટમાં કોટેચા ઇન્ડસ્ટ્રીઝ લી.ના નામથી પીવીસી રેઝીનનો ધંધો કરે છે તેઓની બીજી ઓફીસ મુંબઇ માં વિલે પારેલ ખાતે પણ આવેલ છે.

ફરિયાદી હાર્દિ ભાઇ કોટેચાની કંપની પાસેથી નાશિકના ઉદ્યોગપતિ મછીન્દ્ર મોતીરામ સેવાલે કે જેઓ અમર સાઇ પેક પ્રા.લી.ના નામ થી નાશિક (મહારાષ્ટ્ર)ના સાતપુર વિસ્તારમાં ફેકટરી ધરાવે છે. તેઓ ફરીયાદી કંપની પાસેથી ઉધાર ઉધાર માલ ખરીદતા હતા અને આ કામના આ આરોપીએ ફરીયાદી કંપની પાસેથી કુલ રૂપિયા ૩૬,૦૫,૧૦૦ (છત્રીસલાખ પાંચ હજાર એકસો પુરા)નો ઉધાર માલ ખરીદ કરેલ હતો જેના ચૂકવણી પેટે આરોપીએ ફરીયાદી કપની નામનો રૂપિયા ૮૦૫૧૦૦ આઠ લાખ (એક લાખ પાચ હજાર એકસો પુરા)નો ચેક આપેલ હતો જે ચેક વગર ચુકવણી પરત કરતા ફરિયાદીએ આરોપી વિરૂદ્ધ ચેક રીટર્નની ફરિયાદ કોર્ટમાં કરેલ હતી.

ઉપરોકત કેસ ચાલી જતા ફરીયાદીએ રજુ રાખેલ પુરાવાઓને ધ્યાને રાખી એડી.ચીફ. જ્યુડી.મેજી.શ્રી એમ.આર.લાલવાણીએ આરોપી મછીન્દ્ર મોતીરામ સેવાલેને ૧ વર્ષની સાદી કેદ ચેકની રકમ જેટલું વળતર ફરિયાદીને ચૂકવણીનો હુકમ ફરમાવેલ છે. અને જો આરોપી વળતર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની હુકમ ફરમાવેલ છે. આ કામે ફરીયાદી વતી એડવોકેટ સંજય એસ.પંડિત રોકાયેલ હતા.

(3:10 pm IST)