Gujarati News

Gujarati News

News of Wednesday, 21st August 2019

ન્યુ સાગર સોસાયટીમાં ધવલગીરીના મકાનમાંથી દારૂની પ૦ બોટલ જપ્ત

રાજકોટ તા. ર૧ : જંગલેશ્વર મેઇન રોડ પાસે ન્યુ સાગર સોસાયટીમાં રહેતા બાવાજી યુવાનના મકાનમાં ભકિતનગર પોલીસે દરોડો પાડી દારૂની પ૦ બોટલ કબ્જે કરી હતી. મળતી વિગત મુજબ ભકિતનગર પોલીસ મથકના પીઆઇ  વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.જેબલીયા, હેડ કોન્સ રણજીતસિંહ, મહેન્દ્રસિંહ, વિક્રમભાઇ, હિરેનભાઇ, ભાવેશભાઇ, દેવાભાઇ, વાલજીભાઇ તથા દિવ્યરાજસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે દેવાભાઇ, રણજીતસિંહ તથા ભાવેશભાઇને મળેલી બાતમીના આધારે જંગલેશ્વર મેઇન રોડ પર ન્યુસાગર સોસાયટી શેરી નં. ૩માં દરોડો પાડી દારૂની પ૦ બોટલ કબ્જે કરી ધવલગીરી બટુકગીરી ઉર્ફે કાંતીગીરી ગોસ્વામીની શોધખોળ આદરી છે.

(3:10 pm IST)