Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

ચોરાઉ એકટીવા સાથે પોલા ઉર્ફે મોલાને ઝડપી લેતી ક્રાઇમ બ્રાંચ

રાજકોટઃ શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ તથા ડીસીપી પ્રવીણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજા, એસીપી જયદીપસિંહ સરવૈયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ એએસઆઇ બળભદ્રસિંહ જાડેજા, કોન્સ. જયેશભાઇ નિમાવત, હિતેન્દ્રસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, અમીનભાઇ ભલુર, હિરેન્દ્રસિંહ પરમાર તથા જીજ્ઞેશભાઇ મારૂ સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે જયેશભાઇ, જયદીપસિંહ અને અમીનભાઇને મળેલી બાતમીના આધારે ચોરાઉ એકટીવા સાથે પોલા ઉર્ફે ભોલો બંસીભાઇ દુધરેજીયા (ઉ.વ. ૩૦) (રહે. મુંજકા અવેડા પાસે લાલાભાઇ કોળીના મકાનમાં) ને પકડી લીધો હતો તેની પૂછપરછ કરતા તેણે આ એકટીવા ઉપલેટામાંથી ચોરી કર્યાની કબુલાત આપી હતી.

(4:41 pm IST)