Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

નાગરિક બેંકના ડીરેકટર અને લોહાણા અગ્રણી જીમ્મીભાઇ દક્ષિણીને કોરોના પોઝિટિવ

સીલ્વર હાઇટ્સ પોશ વિસ્તારમાં રહેતા જીમ્મીભાઇ સારવાર હેઠળ : ચિંતાની લાગણી

રાજકોટ તા. ૨૧ : કોરોનાનો કહેર રાજકોટમાં દીનપ્રતિદિન વધી રહ્યો છે ત્યારે રાજકોટ નાગરિક સહકારી બેંકના ડીરેકટર શ્રી જીમ્મીભાઇ દક્ષિણીને કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા ચિંતાની લાગણી છવાઇ છે.

લોહાણા અગ્રણી શ્રી જીમ્મીભાઇ દક્ષિણી ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ સીલ્વર હાઇટ્સમાં રહે છે. પોશ વિસ્તારમાં કોરોનાએ દેખાડો કરતો ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

લોહાણા અગ્રણી જીમ્મીભાઇ દિક્ષીણીનો રીપોર્ટ પોઝિટિવ આવતા તેમના સંપર્કમાં રહેલા લોકોને કોરોન્ટાઇન થયા છે. હાલ જીમ્મીભાઇ દક્ષિણી મવડી રોડ સ્થિત સ્ટાર સીનર્જીમાં સારવાર હેઠળ છે.

(4:38 pm IST)