Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

ચોમાસામાં સ્વસ્થ રહેવાની ટીપ્સ

સિઝનલ રોગથી બચવા ગરમ પાણીના કોગળા કરવા, નાશ લેવી, ગરમ ખોરાક લેવો, ઉકાળેલુ પાણી પીવુ

રાજકોટ : વાતાવરણની ચોખ્ખાઈ પાણી ભરાવા ન દેવુ, વ્યકિતગત સ્વચ્છતા, ખોરાક સ્વચ્છ, તાજો તથા ઘરનો. શુઘ્ધ ઉકાળેલુ કે કિલ્ટર કરેલ પાણી.

ચોમાસામાં અનેક રોગા દેખા દેતા હોય છે. ચોમાસામાં સ્વસ્થ રહેવાની ટીપ્સ ખૂબ જ અગત્યની છે.

- રોગ થવાના કારણો :

ચોમાસું એટલે કવિઓની સીઝન, વરસાદના ગુણગાનની સીઝન તથા યુવાનો માટે રામેન્ટિક સીઝન. આ ખેડૂતોની પણ સીઝન કહેવાય. સારો વરસાદ, સારો પાક અને સારૂ વર્ષ. ખેડૂત સમૃઘ્ધ તો આપણો દેશ સમૃધ્ધ, પરંતુ આ સીઝનની શરૂઆત થતાં જ ઘણાં બધા રોગો માથુ ઉચકે છે. જો થોડું ઘકણું પણ ધ્યાન રાખવામાં ન આવે તો રોગચાળો તરત જ માથુ ઉંચકે છે. દરેક ડોકટર અને દર્દીઓને એ અનુભવ હોય છે કે આ સીઝનમાં દવાખાનાઓમાં ખૂબ જ ભીડ થતી હોય છે. વરસાદની સીઝનમાં બીમાર થવાની શકયતા કેમ વધારે હોય છે. તે વિષયે વિચાર કરીએ.

સૌ પ્રથમ તો વરસાદને કારણે વાતાવરણમાં ખૂબ જ ભેજ થઈ જતો હોય છે. જેમાં વાઈરસ, બેકટેરીયા, ફંગસ જેવા સુક્ષ્મજીવો ખૂબ જ વૃધ્ધિ પામતા હોય છે. આ સક્ષ્મજીવાણુઓ શ્વાસ દ્વારા  શરીરમાં જાય છે. સૌ પ્રથમ તો તે નાક, સાયનસ, ગળુ, કાકડા વિગેરેમાં જતા હોય છે અને ત્યાં વૃધ્ધિ પામતા હોય છે. અને શરદી, ઉધરસ અને કાકડામાં સોજો વિગેરે કરતા હોય છે. આ સક્ષ્મજીવાણુઆ ફેફસામાં જાય તો ન્યુમોનીયા અથવા ભારે કફ ઉત્પન્ન કરતા હોય છે. અસ્થમા, શ્વાસ, ભરણી તથા એલર્જીના દર્દીઓ આ સીઝનમાં બહુ જ વધારે જોવા મળે છે. આ રોગો ખૂબ જ ઉથલા મારતા હોય છે. વાતાવરણમાં રહેલ ધૂળ, ધુમાડો, ખાસ કરીને પ્રદૂષણ આ રોગોમાં વધારો કરે છે.

પરસેવાના કારણે તથા ભેજવાળા વાતાવરણમાં રહેલા જંતુઓના કારણે ચામડીના રોગોમાં વધારો જોવા મળે છે. પાણીજન્ય રોગો જેમ કે, કમળો, ટાઈફોઈડ, ઝાડા, ઉલ્ટી, મરડો, કૃમિ રોગો વિગેરે વધારે જોવા મળે છે. તો પાણીની શધ્ધતાનું ખૂબ ઘ્યાન રાખવું પડે છે. કારણ કે વરસાદના પાણી ડહોળાઈ જાય છે તથા નળની સાથે ગટરનું પાણી કયારેક મિકસ થઈ જતું હોય છે. આ સીઝનમાં મચ્છરનો ઉપદ્રવ વધવાથી મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનુગનિયા વિગેરે રોગો થતા હાય છે તથા મચ્છરોની વૃધ્ધિ, ખુલ્લા પાણી તથા ગંદકીમાં વધારે થતા હોય છે. વાસી ખોરાકમાં તથા ખુલ્લા ખારાકમાં વાઈરસ, બેકટેરીયા, ફંગસ વિગેરે લાગી જતા હોય છે તથા દુષિત ખોરાકથી ટાઈફોઈડ, કમળો, મરડો, ઝાડા-ઉલ્ટી, અપચો વિગેરે થતા હોય છે.

- ચોમાસામાં થતા રોગોના મુખ્ય લક્ષણો

*ભરણી, ન્યમોનિયા : શરદી, ઉધરસ, ઠંડી લાગવી, શ્વાસ.

*મરડો, ઝાડા : પેટમાં દુઃખાવો, ઉબકા, ઉલ્ટી, ચિકાસવાળા ઝાડા.

*કમળો : પેશાબ ઘાટો અથવા વધારે પીળા આવવો, તાવ, ઉબકા, ઉલ્ટી.

*ટાઈફોઈડ : સતત તાવ, ભુખમરી જવી, પેટમાં દુઃખાવો

*મેલેરીયા, ડેન્ગ્યુ, તાવ : માથાનો દુઃખાવો, ઉલ્ટી, ઉબકા, ચામડીમાં લાલચાંભા, કળતર, શરીરમાં દુઃખાવો.

*ડીહાઈડ્રેશન : ચકકર આવવા, હાથપગ ઠંડા પડવા, પેશાબ ઓછો થવો, સુકી ચામડી.

*કૃમિ રોગ : મળમાર્ગમાં ખંજવાળ, ઝાડામાં જીવાત દેખાય.

ઉપર મુજબના લક્ષણો દેખાય તો તરત નજીકના ડોકટરનો સંર્પક કરવો, તપાસ કરાવવી અને સારવાર કરાવવી.

રોગ મુકત થવાના ઉપાયો :  .

ચોમાસાની સીઝનમાં રોગ થવાની શકયતા ખૂબ જ હોય છે. માટે જ આપણી સંસ્કૃતિમાં શ્રાવણ તથા રમજાન મહિનો આવે છે. જમાં ઉપવાસ અને ખાવાપીવામાં ખૂબ જ નિયંત્રણો રાખવામાં આવે છે.

ચોમાસામાં થોડું વાતાવરણ, થોડી ખાણીપીણી તથા વ્યકિતગત ચોખ્ખાઈ અને પાણીની શૃઘ્ધતા પર ઘ્યાન આપવામાં આવે તો ઘણા રોગાથી બચી શકાય. સૌ પહેલા તો ઘરમાં કે રૂમમાં ચોખ્ખી હવા મળતી રહે તે માટે બારી બારણાં ખુલ્લા રાખવા જોઈએ. ઘરમાં તડકા આવે તે બાબતનું ખાસ ઘ્યાન રાખવું જોઈએ. બંધ રૂમમાં ભેજ વધી જતો હોય છે અને જંતુઆના ઉપદ્રવ ખૂબ વધી જતો હોય છે. આ સીઝનમાં તાવ, શરદી, કફ વગેરેથી રક્ષણ માટે સવારે ઉઠીને ગરમ પાણીના કોગળા કરવા જોઈએ તથા હળદરવાળું દૂધ કે ગરમ પ્રવાહી લેવુ જોઈએ તથા ગરમ નાશ લેવો જોઈએ. જેથી ભેજવાળી તથા દુષિત હવા સાફ થઈ જાય જેથી શરદી, ઉધરસ, ભરણી, શ્વાસ વિગેરે રોગ ન થાય.

ડો. મેહુલ એમ. મિત્રા

નવજાત શીશુ, બાળરોગ નિષ્ણાંત અને ઇન્ટેન્સીવીસ્ટ

રાજકોટ, ફોનઃ ૦૨૮૧-૨૪૪૭૧૨૭

(4:35 pm IST)