Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

નુપુર જાની મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા મગજ અને કરોડરજજુના દર્દો માટે યોજાયો નિઃશુલ્ક નિદાન કેમ્પ

ર્સ્ટલીંગ હોસ્પીટલના ડો. હાર્દ વસાવડાએ આપી સેવા : ડો. હેમાંગ વસાવડા તથા ડો. ખ્યાતી વસાવડાની ખાસ ઉપસ્થિતિઃ બહોળી સંખ્યામાં દર્દીઓએ કેમ્પનો લાભ લીધો

રાજકોટ તા. ર૧: શિક્ષણ આરોગ્ય અને માનવ કલ્યાપણના મુખ્ય ઉદેશથી સ્થાપિત અને પ્રવૃત નુપુર જાની મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા ૧૯ જુલાઇના રોજ માથામા, મણકામા અને કમરમા થતી ઇજાઓ, મગજમા અને કરોડરજ્જુમાં થતી ઝેરી અને બિનઝેરી ગાંઠ જેવા દર્દીના નિઃશુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કોરોના મહામારીના સમયમાં કલેકટરશ્રી તથા પો. કમિશ્નરશ્રીની પરવાનગીને આધીન ગરીબ અને જરૂરિયાત મંદ દર્દીઓના નિદાનની વ્યવસ્થા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલ હતી.

ગરીબ અને જરૂરીયાતમંદ દર્દીઓને આ મહામારીના સમયમાં પડતી મુશ્કેલીઓ નિવારવાના ઉદેશથી ગીતાંજલિ ભવન, સાધુવાસવાણી રોડ, અજન્તા પાર્ક રાજકોટ ખાતે યોજાયેલ આ કેમ્પમાં ર્સ્ટલિંગ હોસ્પિટલના કન્સલ્ટીંગ ન્યુરોસર્જન ડો. હાર્દ વસાવડાએ દર્દીઓના નિઃશુલ્ક નિદાનની સેવા પૂરી પાડેલ હતી.

નિઃશુલ્ક નિદાન કેમ્પના ઉદ્દઘાટન પ્રસંગે ગુજરાતના મધુરમ હોસ્પિટલના ખ્યાતનામ સર્જનશ્રી ડો. હેમાંગ વસાવડાએ ખાસ ઉપસ્થિત રહી વર્તમાન સમયમાં મગજ તથા કરોડરજ્જુના દર્દીઓએ લેવાની થતી કાળજી અને નિદાન સારવારના મહત્વનાને સ્પષ્ટ કરતા જણાવ્યું હતું કે આ પ્રકારના દર્દોમાં સમયસર નિદાન સારવાર ન થાય તો પછીથી અનેક પ્રકારની શારીરિક, માનસિક અને આર્થીક પીડાઓ ભોગવી પડતી હોય છે ત્યારે નુપુર જાની મેમોરીયલ ટ્રસ્ટ દ્વારા યોગ્ય સમયે આ નિદાન કેમ્પનું આયોજન કર્યું છે જે અભિનંદનને પાત્ર છે.

નુપૂર જાની મેમોરીયલ ટ્રસ્ટના ટ્રસ્ટી અને પી.ડી.એમ. કોલેજના આચાર્યશ્રી ડો. કમલેશભાઇ જાનીએ નિદાન કેમ્પને શુભેચ્છા આપતા જણાવ્યું કે ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં ગરીબ દર્દીઓ માટે સારવારની સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવશે તેમજ જરૂરી આરોગ્ય વિષયક સુવિધાઓ પણ પૂરી પાડવામાં આવશે.

આ કેમ્પમાં અમૃતા ઇન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સ્ટડીઝ કોચીથી એમ.સી.એચ. ઓન્કોની ડિગ્રી પ્રાપ્ત નાક કાન ગળાના કેન્સર સર્જન ડો. ખ્યાતિ વસાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તથા લેટીયા દેશના રીંગા શમહેરની રીગા યુનિ.ના મેડીકલ સ્ટુડન્ટ ડો. મિહિર જાની અને યુનિવર્સિટી ઓફ ન્યુયોર્કના એન્જીન્યરીંગ સ્ટુડન્ટ શ્રી ધ્રુવ જાની પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગીતાંજલી ગ્રુપના ચેરમેન શ્રી શૈલેષ જાનીએ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું.

આ કેમ્પને સફળ બનાવવા માટે ડો. કમલેશ જાનીના સીધા જ માર્ગદર્શનમાં ડો. જયોતીન્દ્ર જાની, જાણીતા એડવોકેટ શ્રી ગજેન્દ્ર જાની, સર્વોદય કોલેજના આચાર્યશ્રી મહેન્દ્રસિંહ રાણા, પ્રોફે. વિરંચી દવે, કુ. હેતશ્રી ભટ્ટ, શ્રી યશ ભટ્ટ, આશીષ દલસાણીયા, જયદીપ વાઘેલા, ભીમાબાપા સેવક, ભાવીન ચાવડા, ગૌતમ ચાવડા તથા ગીતાંજલીના કેમ્પસ ડાયરેકટર શ્રી હિતેશ માણેકે ભારે જહેમત ઉઠાવી હતી.

(4:34 pm IST)