Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

કાલથી રાજકોટ શહેર-જીલ્લાના ર લાખ ૮ર હજાર કાર્ડ હોલ્ડરોને વડાપ્રધાન રાહત યોજના હેઠળ ઘઉં-ચોખાનું વિતરણ

AAY-PHH તથા પાત્રતા ન ધરાવતા BPL રેશનકાર્ડ ધારકોને આ જથ્થો મળશે તેવી સંમત : દરેક દુકાનો ઉપર જથ્થો પહોંચાડાયોઃ શિક્ષક-પોલીસનો બંદોબસ્તઃ કુલ ૭૦૦ દુકાનો ઉપરથી વિતરણ કરાશે

રાજકોટ તા. ર૧: રાજકોટ જીલ્લા કલેકટર રેમ્યા મોહન અને જીલ્લા પુરવઠા અધીકારી શ્રી પૂજા બાવડાએ આજે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો-ર૦૧૩ હેઠળ પાત્રતા ધરાવતા અંત્યોદય અને અગ્રતા ધરાવતા કુટુંબોને તથા રાષ્ટ્રીય અન્ન સલામતિ કાયદો -ર૦૧૩માં સમાવેશ થયેલ નથી તેવા બીપીએલ કુટુંબોને કાલથી તા. ર૭ જુલાઇ સુધી વિના મુલ્યે વ્યકિતદિઠ ૩ાા કિલો ઘઉં અને ૧ાા કિલો ચોખાનું રાજકોટની ર૩૦ સહિત જીલ્લાની કુલ સસ્તા અનાજની ૭૦૦ દુકાનો ઉપરથી વિતરણ કરાશે.

આ માટે દરેક દુકાનો ઉપર શિક્ષક-પોલીસ સહિતનો બંદોબસ્ત મુકાયો છે, દરેક દુકાનો ઉપર જથ્થો પહોંચાડી દેવાયાનું પુરવઠા તંત્રે ઉમેર્યું હતું.

આ વિતરણમાં રેશનકાર્ડનો છેલ્લો આંક ૧ અને ર નો, ર૩મીએ, ૩ અને ૪ નંબરના કાર્ડ ધારકને ર૪ જુલાઇએ, પ અને ૬ નંબરના કાર્ડ ધારકને રપ જુલાઇએ, ૭ અને ૮ નંબરના ર૬ જુલાઇએ અને ૯ અને ૧૦ નંબરના આંકનો ર૭ જુલાઇએ જથ્થો અપાશે, અને જે બાકી રહી ગયા હશે તેમને તા. ર૮ થી ૩૧ જુલાઇ દરમિયાન જથ્થો મળશે. કલેકટરે ઉમેર્યું હતું કે જથ્થો મેળવતા સમયે સોશ્યલ ડિસ્ટન્સની જોગવાઇનું ખાસ પાલન કરવાનું રહેશે.

પુરવઠાના સુત્રોએ ઉમેર્યું હતું કે, રાજકોટ શહેર-જીલ્લામાં કુલ ર લાખ ૮ર હજાર પરિવારોને કાલથી વિનામૂલ્યે ઘઉં-ચોખાનું વિતરણ થશે.

(4:31 pm IST)