Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

સિવિલમાં સાજા થતાં દર્દીઓ કરે છે સ્ટાફના બે મોઢે વખાણ

કોવિડ-૧૯ વિભાગમાંથી કોરોના મુકત થઇ ઘરે પાછા ફરતા દર્દીઓ બની રહ્યા છે અન્ય દર્દીઓ માટે પ્રેરણારૂપ :સ્ટાફનો માનવિય અભિગમ અને હુંફાળા સહયોગથી ઝડપથી સાજો થયોઃ પ્રશાંત રત્નોતર : હોમ આઇસોલેશનમાં સારવાર લેવાથી ઘરના સદસ્યોની સાથે હું પણ ચિંતામુકત બન્યોઃ ફિરોઝ પઠાણ : મેડિકલ સ્ટાફ દ્વારા દિવસમાં ત્રણ વખત બીપી, હાર્ટબીટ અને પલ્સ રેટ તપાસાય છેઃ કોરોનાના માઇનોર સિમ્પટમ્સ ધરાવતાં દર્દીઓ માટે હોમ આઇસોલેશન ઉત્તમ વિકલ્પઃ ડો. પાર્થ રવૈયા

તસ્વીરમાં પ્રશાંતભાઇ હરેશભાઇ રત્નોતર અને ફિરોઝભાઇ પઠાણ નજરે પડે છે

રાજકોટ તા. ૨૧: 'સિવિલ હોસ્પિટલના કોવિડ સેન્ટરના સ્ટાફ દ્વારા માનવીય અભિગમ અને હુંફાળા સહયોગથી મારી હિમતમાં વધારો થયો હતો અને હું ઝડપથી કોરોના મુકત થયો હતો...અહિનો સ્ટાફ દર્દીઓ માટે ઝીંદાદિલીથી કામ કરે છે. હોમ આઇસોલશેનમાં સારવાર લેવાથી ઘરના સદસ્યોની સાથે હું પણ ચિંતામુકત બન્યો હતો. સિવિલના કોવિડ સેન્ટરના ડોકટરો, નર્સિંગ સ્ટાફ અને બીજા તમામ સ્ટાફની સેવા કાબીલેદાદ છે'...આ શબ્દો છે સિવિલ હોસ્પિટલના કોવિડ-૧૯માંથી સાજા થઇ ઘરે પહોંચેલા કોરોના મુકત દર્દીઓના. ગઇકાલે સાજા થયેલા દર્દીઓમાં પ્રશાંતભાઇ રત્નોતર અને ફિરોઝભાઇ રાઠોડ સહિતે હોસ્પિટલ સ્ટાફના બે મોઢે વખાણ કર્યા છે.

પ્રશાંત રત્નોતર

કોરોનાની મહામારી વચ્ચે  રાહતના સમાચાર પ્રાપ્ત થયા છે. રાજય સરકારના સતત માર્ગદર્શન હેઠળ કોવિડ-૧૯ હોસ્પિટલના આરોગ્યકર્મીઓ દ્વારા કોરોનાને પરાસ્ત કરવા નક્કર કામગીરી કરવામાં આવી રહી છે. કોરોના યોદ્ઘાઓની કર્તવ્યનિષ્ઠ કામગીરીના કારણે રાજકોટ ખાતેની સિવિલ હોસ્પિટલમાંથી વધુ ૫ લોકોએ કોરોના સામે જંગ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી છે. 

કોવિડ સેન્ટર ખાતેથી યોગ્ય સેવા-સુશ્રુષા બાદ ડીસ્ચાર્જ થયેલાં ૨૭ વર્ષીય પ્રશાંતભાઈ રત્નોતર પોતાનાં અનુભવો જણાવતાં કહે છે કે, ૮ જુલાઈના રોજ મને કોરોના પોઝિટિવ આવ્યો. ત્યાર બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી મને ૧૦ દિવસ માટે રેનબસેરા કોવિડ કેર સેન્ટર ખાતે કોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન સમયાંતરે ઉકાળા, વિટામિન્સની ગોળીઓ અને પોષણયુકત ભોજનની ઉત્ત્।મ વ્યવસ્થા મને આપવામાં આવી હતી. સ્ટાફનાં સ્નેહાળ અને હૂંફાળા સહયોગ અને માનવીય વલણને કારણે હું ઝડપથી સાજો થઈ ગયો. 

અત્રે ઉલ્લેખનીય છે કે, પ્રશાંતભાઈ સ્વયં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગમાં કોરોના વોરિયર તરીકે ફરજ બજાવે છે.  આ સાથે જ તા. ૧૯ જુલાઈના રોજ અન્ય ચાર લોકો દીપેશભાઈ સરવૈયા(ઉ.વ.૨૩), અજયભાઈ વાળા (ઉ.વ.૩૬),અસ્મિતાબેન વોરા (ઉ.વ.૧૯) અને હિંમતભાઈ વાળા (ઉ.વ.૫૪)એ કોરોનાને મ્હાત આપી હતી. કોરોનામુકત થયેલા લોકોએ હોસ્પિટલના આરોગ્ય કર્મચારીઓનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો.

ફિરોઝભાઇ પઠાણ

ફિરોઝભાઇ પઠાણ સાચું કહું તો શરૂઆતમાં કોરોના પોઝીટીવ આવતા હું ગભરાઈ ગયો હતો. પરંતુ કોરોના હોસ્પિટલના ડોકટર્સ અને નર્સિંગ સ્ટાફની દર્દીઓ માટેની સેવા અને ઝિંદાદિલીની ભાવના જોઈને મારા મનમાં અલ્લાહે અલગ જ જોમ અને જુસ્સો ભરી દીધો....આ વાત છે કોરોના સામે સકારાત્મક લડાઈ લડીને કોરોના પોઝીટીવમાંથી કોરોના નેગેટીવ થયેલા  રાજકોટના ૩૫ વર્ષીય ફિરોઝભાઈ મહમદભાઈ પઠાણની.

કોરોનાને કારણે સ્થાનિક સંક્રમણના કેસ વધી રહ્યા છે. વૈશ્વિક મહામારીને નાથવા માટે ફ્રન્ટલાઇન વોરીયર્સ બનીને ડોકટર્સ, પેરા મેડીકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફ ખડેપગે લોકોની સેવા કરી રહ્યા છે. એવા પણ કિસ્સા આપણી સામે આવ્યા છે કે દર્દીઓને સેવા આપતી વખતે મેડીકલ સ્ટાફ ખુદ કોરોનાથી સંક્રમિત થયા હોય, પરંતુ હિંમત હાર્યા વગર તંદુરસ્ત થઈને ફરજ બજાવવા અને લોકોની સેવા માટે ફરીથી આગળ આવ્યા છે. અને સાચા અર્થમાં કોરોના વોરીયર્સ બન્યા છે.

રાજકોટ કોવીડ-૧૯ સેન્ટરમાં ૬ દિવસ સારવાર લઈને હાલ હોમ આઈસોલેટેડ થયેલા ફિરોઝભાઈ પઠાણે વિગતો આપતા જણાવ્યું હતું કે, ઙ્ખમુશ્કેલીના સમયે પરિવારની હુંફ તમને વધુ હિંમત આપતી હોય છે. સામાન્ય લક્ષણ ધરાવતા લોકો માટે હોમ આઈસોલેશન શ્રેષ્ઠ વિકલ્પ છે. હોસ્પિટલમાં તો પરિવારથી દૂર હતો, પરંતુ કોરોનામુકત થતાં હોમ આઈસોલેશમાં સારવાર મળવાથી દ્યરના સભ્યોની સાથે રહેતા હું ચિંતામુકત બન્યો છું. દિકરા-દિકરી સાથે હળવાશભરી પળો પસાર કરીને હું સંપૂર્ણ સ્વસ્થ થવાના આરે છું. રાજયસરકારની માર્ગદર્શિકા અને ડોકટરોની સુચના અનુસાર થોડા થોડા સમયે ગરમ પાણી અને હળદરવાળા દૂધનું સેવન કરી રહ્યો છું. આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથીક દવા પણ લઈ રહ્યો છું. તેમજ ડિસ્ચાર્જ થતી વખતે આપવામાં આવેલી દવા સમયાંતરે પી રહ્યો છું. આ ઉપરાંત મન અને શરીરને તંદુરસ્ત બનાવવા માટે પરિવાર સાથે યોગા-પ્રાણાયમ અને નાની મોટી કસરત કરું છું. તેમજ પૌષ્ટિક અને સાત્વિક આહાર જમું છું.ઙ્ખ

 રોજનું કમાઈને પોતાનું જીવન ગુજરાન ચલાવતા રીક્ષા ડ્રાઈવર ફિરોઝભાઈ રાજકોટ કોવીડ હોસ્પિટલની સુવિધા અને કાબિલે-દાદ સેવા આપનાર ડોકટર્સ સ્ટાફના અનુભવ વિશે જણાવતા કહ્યું હતું કે,  શરદી, ઉધરસ અને તાવ જેવા લક્ષણ હોવાથી ૫ જુલાઈના રોજ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો. જે પોઝીટીવ આવતા વધુ સારવાર અર્થે ૬ જુલાઈના રોજ મને રાજકોટ સિવિલના કોવીડ - ૧૯ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં દાખલ નહોતો થયો ત્યારે થોડો અસમંજસમાં હતો કે, કેવું વાતાવરણ હશે! કેવી રીતે સારવાર થશે ! પરંતુ ત્યાં જઈને મારી બધી ચિંતાઓ પર જાણે પૂર્ણવિરામ લાગી ગયું. દ્યરના સદસ્યની જેમ દરેક દર્દીઓની કાળજી રાખવામાં આવે છે.

 આપણા પોતાના દ્યરમાં પણ રાત્રિના ૨.૦૦ વાગ્યે જે માંગીએ એ નથી મળતું જયારે હોસ્પિટલમાં કોરોના દર્દીઓની ઈચ્છા પુરી કરવા માટે ૨૪ કલાક નર્સિંગ સ્ટાફ હાજર હોય છે. આ ઉપરાંત સમયાંતરે દર્દીનું મન હળવું કરવા માટે તેમની સાથે વાતચીત પણ કરે છે, તેમ ફિરોઝભાઈએ જણાવ્યું હતું.

ડો. પાર્થ રવૈયા

રાજકોટ જિલ્લામાં કોરોના વાયરસની સંક્રમણ કડીને આગળ વધતી અટકાવવા માટે જિલ્લાનું વહીવટી તંત્ર અને આરોગ્ય તંત્ર દિવસ-રાત સદ્યન કામગીરી કરી રહ્યું છે. વર્તમાન સમયમાં કોરોનાના વધતા કેસની સામે કોરોનાથી મુકત થઈને દ્યરે પરત ફરતાં દર્દીઓ અન્ય દર્દીઓ માટે પ્રેરણારૂપ છે. ત્યારે આજ રોજ સકારાત્મક અભિગમ સાથે રાજકોટ કોવીડ-૧૯ સેન્ટરમાંથી વધુ ૬ લોકો સ્વસ્થ થઈને પોતાના દ્યરે પરત ફર્યા છે.

૧૦ જુલાઈના રોજ કોરોનાથી સંક્રમિત થયેલા ૩૧ વર્ષીય ડો. પાર્થભાઈ મોહનભાઈ રવૈયાએ  એ સીમ્પટમ્સ ધરાવતા દર્દીઓને હોમ આઈસોલેટેડ થવા અંગે મંતવ્ય આપતા જણાવ્યું હતું કે, ઙ્ખકોરોના પોઝીટીવ આવતા મને રેનબસેરા કોવીડ સેન્ટરમાં સારવાર અર્થે રાખવામાં આવ્યો હતો. પરંતુ ડોકટર હોવાને લીધે હું એટલું જરૂર કહીશ કે, કોરોનાના માઈનર સીમ્પટમ્સ ધરાવતા દર્દીઓ માટે હોમ આઈસોલેશન ઉત્ત્।મ વિકલ્પ છે. પરંતુ જે માઈનોર લક્ષણો ધરાવતા નથી તે લોકોને રાજકોટ કોવીડ -૧૯ સેન્ટર દ્વારા ઉત્ત્।મ સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.

ડોકટર્સ, પેરા મેડીકલ સ્ટાફ અને નર્સિંગ સ્ટાફની કામગીરી અંગે સંતોષ વ્યકત કરતાં ડો. પાર્થએ વધુમાં કહ્યું હતું કે, મેડીકલ સ્ટાફ દ્વારા દિવસમાં ત્રણ વખત દર્દીઓના બી.પી., હાર્ટ બીટ, અને પલ્સ રેટની તપાસ કરવામાં આવે છે. વિટામીન્સ યુકત ખોરાક અને મીનરલ્સનું પણ એટલું જ ચીવટપૂર્વક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. દર્દીઓની શારીરિક સ્વસ્થતાની સાથે તેમની માનસિક સ્વસ્થતા માટે દ્યર જેવું વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.ઙ્ખ  

૩૧ વર્ષીય પાર્થભાઈની જેમ તેમના ૫૮ વર્ષીય માતુશ્રી નયનાબેન મોહનભાઈ રવૈયા, ૪૮ વર્ષીય રાજેશભાઈ મુળદાસભાઈ રાઠોડ, ૨૪ વર્ષીય ભીમણભાઈ પ્રવિણભાઈ મકવાણા, ૧૯ વર્ષીય પ્રદિપભાઈ કાથરભાઈ છૈયા અને ૧૮ વર્ષીય દિલીપભાઈ વિક્રમભાઈ છૈયા ૨૦ જુલાઈના રોજ કોરોના મુકત થયા હતા. કોવીડ સેન્ટરમાંથી વિદાય લેતી વેળાએ આરોગ્ય કર્મીઓ દ્વારા તંદુરસ્ત રહેવા માટે  જરૂરી માર્ગદર્શન અપાયું હતું. અને ભાવપૂર્વક વિદાય અપાઇ હતી.(સંકલન : પ્રિયંકા-રાધિકા-માહિતી ખાતુ)

(4:29 pm IST)