Gujarati News

Gujarati News

News of Tuesday, 21st July 2020

અદાલતોની ફીઝીકલ કામગીરી ચાલુ કરવા વકીલોની માંગણી ડીસ્ટ્રીકટ જજ સમક્ષ રજુઆતઃ વકીલો દ્વારા સુત્રોચ્ચાર કરાયા

ગુજરાતભરમાં ઠેર-ઠેર આંદોલનઃ ડીસ્ટ્રીકટ જજ-હાઇકોર્ટને પણ રજુઆત કરાઇ

રાજકોટઃ રાજકોટમાં અદાલતોની ફીઝીકલ કામગીરી શરૂ કરવા આજે બાર. કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બર દિલીપભાઇ પટેલની આગેવાનીમાં ૧પ૦ જેટલાં વકીલોએ સુત્રોચ્ચાર કરીને અદાલતોની કામગીરી ચાલુ કરવા માંગણી કરી હતી, તે સમયની તસ્વીર. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ર૧: ગુજરાતમાં માર્ચ મહિનાથી કોરોના મહામારી કોવીડ-૧૯ ના પરીણામે તમામ અદાલતોનું કામકાજ બંધ થયેલ છે અને માત્ર અરજન્ટ કાર્ય કરવામાં આવી રહેલ છે. ગુજરાતમાં તમામ કચેરીઓ શરૂ થઇ ગયેલ છે. અધીકારી કર્મચારી સહીતના લાખો લોકો પોલીસ કર્મચારી, ફાયર બ્રીગેડ, સફાઇ કામદારો સહીતના કોરોનાના ભય હોવા છતાં પણ ગુજરાતમાં કામગીરી શરૂ કરી લોકોના પ્રશ્નોને વાચા આપી રહેલ છે ત્યારે કોર્ટો હજુ સુધી બંધ હોય આજે વકિલોએ સુત્રોચ્ચાર કરીને અદાલતો ચાલુ કરવાની માંગણી કરી હતી.

ગુજરાતમાં રાત્રીના આઠ સુધી તમામ બજારો કામ કરતી ધમધમતી શરૂ થયેલ છે અને લોકો પોતાના કામધંધા કરી રહેલ છે માત્ર સીનેમા, મોલ, બાગ બગીચા સિવાયના તમામ વિસ્તારો કાર્યરત થયા છે અને કોરોના મહામારી હોવા છતાં કામગીરી કરી રહેલ છે તો પછી માત્ર ગુજરાતના ન્યાયધીશશ્રીઓને અદાલતોમાં કામ કરતા કોરોના મહામારીનો ભય શા માટે સતાવી રહેલ છે. વકિલો કોર્ટમાં આવી આવા કોરોના મહામારી વચ્ચે કામ કરે છે. સ્ટાફ કામ કરે છે તો ન્યાયધીશશ્રીઓને કામ કરવામાં શું મુશ્કેલી પડે છે તે ગુજરાતના ૮પ,૦૦૦/- વકિલો અને અરજદારોની વેદના છે.

ગુજરાતમાં માર્ચથી જુલાઇ પાંચ મહિના સુધી અદાલતો બંધ હોવાથી અને માત્ર આભાસી (વચ્યુઅલ) કોર્ટોથી કામગીરી થતી હોય વકિલોની વેદના સમજી અને વકિલો કોર્ટોનો બહિષ્કાર કરે અને આંદોલનના માર્ગે આભાસી કોર્ટોના બદલે ડીઝીટલ કોર્ટો શરૂ કરવા કાર્યવાહી કરે તે પહેલા અદાલતોમાં કામગીરી શરૂ કરવામાં આવે તેવી અમારી રજુઆત છે. આજે રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ઠેર-ઠેર વકિલો દ્વારા આંદોલનના મંડાણ થયાનું જાણવા મળે છે.

દરેક કોર્ટોમાં મેજીસ્ટ્રેડના કઠેડા (ડાયસ) પાંચ ફુટ ઉંચા હોય છે અને વકિલોથી ૮ ફુટ દુર હોય છે ન્યાયધીશોને ડાયસ ઉપર બેસીને કામગલીરી કરવાની હોય છે છતાં તેમને કોરોના વાયરસનો ડર કેમ સતાવી રહેલ છે તે ગુજરાતના વકિલો સમજી શકતા નથી. કોર્ટો દ્વારા અદાલતો શરૂ કરવામાં આવે ત્યારે કોર્ટોમાં જરૂરી વકિલો જેનો કેઇસ હોય તે અરજદારો અથવા આરોપી, પોલીસ અને સરકારી વકીલો પાંચથી દશ વ્યકિતઓને પ્રવેશ આપી કોર્ટો શરૂ કરી શકાય છે અને એક કેઇસ પુરો થાય ત્યાર પછી બીજા કેઇસની કામગીરી અદાલતે હાથ ધરી હોવાથી કોરોના મહામારી નિવારી શકાય છે.

દેશ અને દુનિયા, ગુજરાત રેગ્યુલર કામકાજ કરવા લાગેલ છે લોકો કોરોના મહામારીના ભયને ભુલીને કાર્ય કરી રહેલ છે ડોકટરો હોસ્પીટલછ સ્ટાફ, પોલીસ, સફાઇ કર્મી જેવા એસેન્સીયલ કામગીરી કાર્યરત થઇ ગયેલ છે તો માત્ર અદાલતોમાં ફીઝીકલ કાર્ય શા માટે શરૂ કરવામાં આવતું નથી અને એવો કયો ડર ન્યાયધીશોને ડરાવી રહેલ છે તે ગુજરાતની ૬ાા કરોડ લોકો પુછી રહેલ છે. લોકોમાં એવી પણ ચર્ચા છે કે મોટા પગાર મેળવનાર ન્યાયધીશોએ આ ચાર પાંચ મહિના કોર્ટોમાં કામગીરી કરેલ ન હોય માત્ર અરજન્ટ એક જ ન્યાયધીશશ્રીએ કાર્ય કરેલ હોય પ૦ ટકા પગાર સ્વેચ્છાએ જતો કરવો જોઇએ. તમામ સંજોગો હકીકત ધ્યાને લઇ તમામ અદાલતો આભાસી કોર્ટોના બદલે ફીઝીકલ નિયમોને આધીન શરૂ કરવામાં આવે. હાલમાં પણ અદાલતોમાં અરજન્ટ સિવાય કોઇ કામગીરી ન્યાયધીશો કરતા ન હોય જે ધ્યાને લેવા વિનંતી છે. તેવો પત્ર બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના મેમ્બરથી દિલીપભાઇ પટેલેર ાજકોટના ડીસ્ટ્રીકટ જજને પાઠવેલ હતો.

(4:27 pm IST)